Posts Tagged ‘gujarati gazal’

કોને ખબર છે?

Posted on September 20th, 2011 by admin  |  13 Comments »

કોને ખબર કોને ક્યાં જવું છે?? દોડે છે બધા પણ મંઝિલ દૂર છે…!! ચાલવું પડે છે માટે ચાલે છે બધા… બાકી કોને ખબર કોને ક્યાં પહોંચવું છે…?? સંગાથ મળેને વાટ પકડી લે છે… કોણ પૂછે એ વાટનો મુકામ ક્યાં છે…?? જુદા-જુદા માર્ગે જુદા-જુદા ધામે પહોંચે છે લોકો… અહીં નીજ-ધામે પહોંચવાનો રસ્તો કોને ખબર છે?? આગળ [...]

ગઝલ

Posted on September 20th, 2011 by admin  |  9 Comments »

મારી સમજણના છેડા પર જેની પક્ક્ડ ભારી છે, મોડે મોડે જાણ થઈ એ માણસ ધંધાદારી છે. જ્યાંથી છટકી માણું છું હું સાવ અજાણી દુનિયાને, મારી અંદર છાની-છૂપી એક મજાની બારી છે. કાલ સુધી મારી અંદર પણ એક મદારી ફરતો’તો, કાલ સુધી મેં ઈચ્છાઓને નચવી નચવી મારી છે. કટ કટ કટ કટ કાપી નાખે દિવસો, દસકા, [...]

લટકવાનું

Posted on September 20th, 2011 by admin  |  6 Comments »

ઘણું અઘરું છે મળવાનું, બીજાના મનને કળવાનું. જીવનભર એ કર્યું છે ને, હવે અંતે ય બળવાનું ? ચલો, કોશિશ તો કરીએ, દૂધે સાકર શું ભળવાનું ! બધાંએ વૃક્ષના ભાગે, નથી હોતું જ ફળવાનું ! જીવન માટે ઝઝૂમ્યા ને, મરણ કાજે ટટળવાનું ! તને હું કામ સોંપું છું, ઋષિના મનને ચળવાનું ! અમે છટકીને અહીં આવ્યા, [...]

ગઝલ

Posted on September 20th, 2011 by admin  |  5 Comments »

કહું છું ક્યાં કે આઘેરા કોઈ રસ્તા સુધી આવો ઉઘાડો બારણું ને આંગણે તડકા સુધી આવો જમાનો એને મૂર્છા કે મરણ માને ભલે માને હું બન્ને આંખ મીંચી દઉં તમે સપના સુધી આવો તમારા નામના સાગરમાં ડૂબી તળિયે જઈ બેઠો હું પરપોટો બની ઊપસું તમે કાંઠા સુધી આવો જરૂરી લાગશે તો તે પછી ચર્ચાય માંડીશું [...]

ગઝલ

Posted on September 19th, 2011 by admin  |  1 Comment »

બંદગી જેને વહાલી હોય છે, એમને ઘર પાયમાલી હોય છે. દાનમાં એ દઈ શકે આખું જગત, હાથ જેના સાવ ખાલી હોય છે. આંસુ કેવળ એજ ટપકે આંખથી, યાદની જેને બહાલી હોય છે. દૂર હો એનેય જકડે બાહુમાં, જીવ પણ કેવો ખયાલી હોય છે. ત્યાં મિલનને ને અહીં નોખાઈને, સાથસાથે રાતપાલી હોય છે ! પૂછ મા [...]

….તો કહેવાય નહીં

Posted on September 19th, 2011 by admin  |  5 Comments »

આજ કલમ કંઈક ધખધખતું લખવા કરે છે, લાગણી ધગીને લાવા થયો હોય તો કહેવાય નહીં. આ કંપારી કલમની છે કે હાથની ખબર નથી, મહીં હળાહળ વલોવાતું હોય તો કહેવાય નહીં. કાષ્ઠ-હૃદયનું વલોણું લાવ ને જરી ફેરવી જોઉં, સાચ-જૂઠ અલગ પડી જાય તો કહેવાય નહીં. આમ તો જિંદગીનો દરિયો સાવ ખારો જ મળ્યો છે, તળિયે ક્યાંક [...]

આરઝૂ

Posted on September 19th, 2011 by admin  |  2 Comments »

રણ મળે ત્યાં ઝરણ કરી દઈએ, એમ ઊજળું મરણ કરી દઈએ ! હોય ત્રીજું ના આપણી વચ્ચે, રોજ એવું સ્મરણ કરી દઈએ. જાણવું શક્ય છે તમસને પણ, રાતભર જાગરણ કરી દઈએ. દશ્યમાં આવને બતાવી દે, તે મુજબ અનુકરણ કરી દઈએ. બંધ હો મન પ્રદેશની સરહદ, ના, અમે અતિક્રમણ કરી દઈએ. જિંદગી ગોઠવાય ના સમુચિત, તો [...]

નથી હોતી

Posted on July 16th, 2011 by admin  |  8 Comments »

સમાન ભાવે વિનાશ કરે છે, જળ ને કોઇ રાશી નથી હોતી… વર્ષો સુધી અસર કરે છે, દુવા કદી વાસી નથી હોતી… છુટ્ટા હાથે દાન કરે છે, ફકીરને કદી ઐયાશી નથી હોતી… સદાય જે હસ્યા કરે છે, તે આંખો નીરની પ્યાસી નથી હોતી… જેના આંગણે રોજ મરણ છે, તે સ્મશાન ને કદી ઉદાસી નથી હોતી… -”શબ્દ્શ્યામ”-આશિષ [...]

અલકમલક

Posted on May 10th, 2011 by admin  |  4 Comments »

કહેવાનું તો ઘણું હતું, પણ કહી ના શક્યા કંઇ જ. મનના અરમાન મનમાં જ રહ્યાં, કરી ન શક્યાં કંઇ જ. જોયું, જાણ્યું ને પીછાણ્યું, એ વાતને હવે જવા દો, કોઇ અલકમલકની વાતો. આપણામાં મહેકવા દો, દુનિયાની વાતો દુનિયામાં રહે એ જ વધુ સારું છે, આપણી વચ્ચે સારું છે, આપણી વચ્ચે પ્રીત રહે, એથી વિશેષ શું [...]

મિલનની તડપ

Posted on May 10th, 2011 by admin  |  17 Comments »

દરરોજ અડધા કલાકની, વાતમાં દોસ્તી વધી ગઇ, દોસ્ત તારી યાદમાં હવે તો, લાગે કે રાત પણ વધી ગઇ. હવે તો નાની ખુશી પણ લાગે છે મોટી, આ પ્રેમ છે કે મારી આશ વધી ગઇ. જ્યારે સમય આવ્યો છૂટા પડવાનો ત્યારે, ભાન થઇ કે દોસ્તીની હદ વધી ગઇ. ત્રણ-ત્રણ મહિનાની જુદાઇથી, તારા મિલનની તડપ વધી ગઇ. [...]