Posts Tagged ‘gujarati bhajan’

હરિ વસે છે હરિના જનમાં

Posted on January 1st, 2009 by gujaratikavita  |  2 Comments »

હરિ વસે છે હરિના જનમાં, શું કરશો જઈ વનમાં… ટેક ભેખ ધરીને તમે શીદ ભટકો છો, પ્રભુ નથી વન કે અરણ્યમાં; કાશીએ જાઓ ભલે ગંગામાં ન્હાવો, પ્રભુ નથી પાણી કે પવનમાં… હરિ.. જોગ કરો ભલે જગન કરાવો, પ્રભુ નથી વ્યોમ કે હવનમાં; બાઈ મીરાં કહે પ્રભુ ગિરિધરનાગર, હરિ વસે છે હરિના જનમાં… હરિ.. મીરાંબાઈ

નાગર નંદજીના લાલ

Posted on August 20th, 2008 by gujaratikavita  |  No Comments »

નાગર નંદજીના લાલ નાગર નંદજીના લાલ ! રાસ રમંતાં મારી નથડી ખોવાણી. કાના ! જડી હોય તો આલ્ય, કાના ! જડી હોય તો આલ, રાસ રમંતાં મારી નથડી ખોવાણી. પીળી પીળી નથડી ને ધોળાં ધોળાં મોતી, તે નથડીને કારણ હું તો હીંડું ગોકુળ જોતી જોતી … જોતી … નાગર એક એક મોતી માંહી સોના કેરો [...]