….તો કહેવાય નહીં
આજ કલમ કંઈક ધખધખતું લખવા કરે છે, લાગણી ધગીને લાવા થયો હોય તો કહેવાય નહીં. આ કંપારી કલમની છે કે હાથની ખબર નથી, મહીં હળાહળ વલોવાતું હોય તો કહેવાય નહીં. કાષ્ઠ-હૃદયનું વલોણું લાવ ને જરી ફેરવી જોઉં, સાચ-જૂઠ અલગ પડી જાય તો કહેવાય નહીં. આમ તો જિંદગીનો દરિયો સાવ ખારો જ મળ્યો છે, તળિયે ક્યાંક [...]