Posts Tagged ‘ghayal’

તઝમીન – મોહમ્મદ અલી “વફા”

Posted on June 25th, 2008 by gujaratikavita  |  No Comments »

તઝમીન એટલે તઝમીન એ ગંભીર પ્રકારનું કાવ્ય સ્વરૂપ છે. મૂળ અરબી શબ્દ પરથી ઉતરી આવેલા આ પ્રકારમાં સ્વીકૃતિ અને શણગારની વિભાવના હોય છે. તઝમીનકારે કોઇ પણ ગઝલકારનો એક શેર, મત્લા કે મક્તા પસંદ કરીને મૂળ શેરના ભાવ, ભાષા, ઝમીન વિ. ને અનુરૂપ ત્રણ મૌલિક પંક્તિઓ પોતે જોડવાની હોય છે. આ પરકાયા પ્રવેશ જેવું દુષ્કર કાર્ય [...]

મહાન શાયરો ના શેર

Posted on June 20th, 2008 by gujaratikavita  |  4 Comments »

જીવન માં જો દુઃખો હોય તો જીવન મદીરાધામ થઇ જાય; આ દિલ સુરાહીને નયન જામ થઇ જાય. તુજ નયનમાં નિહાળું છું સઘળી રાસલીલા હું; જો કીકી રાધા થઇ જાય તો કાજળ શ્યામ થઇ જાય. -અમૃત “ઘાયલ”. ________________________________________________ આ મહોબ્બત છે કે છે એની દયા કહેતા નથી, એક મુદ્દત થઇ કે તેઓ હા કે ના કહેતા [...]

ગમે છે

Posted on June 18th, 2008 by gujaratikavita  |  No Comments »

કાજળભર્યાં નયનના કામણ મને ગમે છે,કારણ નહીં જ આપુ કારણ મને ગમે છે. લજ્જા થકી નમેલી પાંપણ મને ગમે છે,ભાવે છે ભાર મનને ભારણ મને ગમે છે. આવી ગયાં છો આંસૂ લૂછો નહીં ભલા થઈ,આ બારે માસ લીલાં તોરણ મને ગમે છે. ‘ઘાયલ’ મને મુબારક આ ઊર્મિ કાવ્ય મારાં,મે રોઈને ભર્યાં છે એ રણ મને [...]

ગુજરાતી ગઝલ અંતાક્ષરી

Posted on June 10th, 2008 by gujaratikavita  |  4 Comments »

આ શેર અંતાક્ષરીનાં સર્જક પ્રો. સુમન અજમેરીનો પણ મુદ્રણ પરવાનગીઆપવા બદલ આભાર આ શેર અંતાક્ષરી ટાઈપ કરી અત્રે રજુ કરવા બદલ દેવીકાબેન ધ્રુવ નો આભાર. ———————————————————————— ઢમ ઢમ બાજે ઢોલ નગારાં, યારો રમવા આવો; શેર,ગઝલ સરવાણી મીઠી શબ્દે શબ્દે વહાવો..        ( પ્રો.સુમન અજમેરી  ) વતનની ધૂળથી માથું ભરી લઉં આદિલ અરે આ ધૂળ પછી ઉમ્રભર [...]

જીવ્યો છું

Posted on June 6th, 2008 by gujaratikavita  |  No Comments »

શબ્દની આરપાર જીવ્યો છું હું બહું ધારદાર જીવ્યો છું સામે પુરે ધરાર જીવ્યો છું વિષ મહી નિર્વિકાર જીવ્યો છું ખુબ અંદર બહાર જીવ્યો છું ઘૂંટે ઘૂંટે ચિક્કાર જીવ્યો છું મધ્યમાં જીવવુ જ ના ફાવ્યુ હું સદા બારોબાર જીવ્યો છું મંદ ક્યારેય ન થઇ મારી ગતિ આમ બસ મારમાર જીવ્યો છું આભ ની જેમ વિસ્તર્યો છું [...]

કહેવાય નહી

Posted on May 29th, 2008 by gujaratikavita  |  No Comments »

મન મરણ પહેલા મરી જય તો કહેવાય નહી વેદના કામ કરી જાય તો કહેવાય નહી આંખથી અસ્રુ ખરી જાય તો કહેવાય નહી ધૈર્ય પણ પાણી ફરી જાય તો કહેવાય નહી એની આંખોને ફરી આજ સુઝી છે મસ્તી… દીલ ફરી મુજથી ફરી જાય તો કહેવાય નહી આંખડી ભોળી, વદન ભોળુ, અદાઓ ભોળી.. પ્રાણ એ રુપ હરી [...]

જીવ્યો છું – ઘાયલ

Posted on May 29th, 2008 by gujaratikavita  |  No Comments »

ખૂબ અંદરબહાર જીવ્યો છું ઘૂંટેઘૂંટે ચિકાર જીવ્યો છું હું ય વરસ્યો છું ખૂબ જીવનમાં હું ય બહુ ધોધમાર જીવ્યો છું બાગ તો બાગ, સૂર્યની પેઠે- આગમાં પુરબહાર જીવ્યો છું આમ ‘ઘાયલ’ હું અદનો શાયર, પણ સર્વથા શાનદાર જીવ્યો છું -’ઘાયલ’

હજી આંખમાં જાણે ફરકે છે કોઇ

Posted on May 27th, 2008 by gujaratikavita  |  No Comments »

હજી આંખમાં જાણે ફરકે છે કોઇ હજી મીઠું શરમાઇ મરકે છે કોઇ વિખૂટાં પડ્યાં તોયે લાગે છે ‘ઘાયલ’ હજી પણ રગેરગમાં સરકે છે કોઇ -‘ઘાયલ’

ચીસ આંખોમાં સળવળી તો હશે

Posted on May 23rd, 2008 by gujaratikavita  |  No Comments »

વાત મારી નીકળી તો હશે, સાંભળી પાંપણો ઢળી તો હશે, મૌન પાળ્યું હશે છતાં ‘ઘાયલ’ ચીસ આંખોમાં સળવળી તો હશે. -’ઘાયલ’

ગઝલ – દર્દ અને દવા

Posted on April 29th, 2008 by gujaratikavita  |  3 Comments »

એક આત્મબળ અમારું દુઃખ માત્રની દવા છે, શું એમ કોઈનાય માર્યા મરી જવાના ! -અમૃત ‘ઘાયલ’ પીડા મહીં પણ એમ હસું છું, જાણે ગયો છે રોગ સમૂળ. -અમૃત ‘ઘાયલ’ કોઈ પરખંદો જ ‘ઘાયલ’ પેખશે, વેદજૂની વેદનાની વાણ છું. -અમૃત ‘ઘાયલ’ આ દર્દ મહોબ્બતનું જે હરગીઝ નથી મટતું, ઉપરથી મજા એ કે મને એની દવા યાદ. [...]