પ્રણયમા જવાની નિચોવાઇ જાશે
પ્રણયમા જવાની નિચોવાઇ જાશે હવે હસતાં હસતાં ય રોવાઇ જાશે. ન રહેશે હવે હાથ હૈયું ન રહેશે, એ મોતી નથી કે પરોવાઇ જાશે. નયન સાથ રમવા ન એને જવાદો હ્રદય સાવ બાળક છે ખોવાઇ જાશે. મરણને કહો પગ ઉપાડે ઝડપથી, નહીં તો હવે શ્વાસ ઠોવાઇ જાશે. સિધાવો, ન ચિંતા કરો આપ એની ! કાંઇ કામમાં [...]