Posts Tagged ‘gazals’

રાખે છે મને

Posted on December 13th, 2010 by admin  |  1 Comment »

પ્રેમમાં બોળીને રાખે છે મને રંગમાં રોળીને રાખે છે મને રોગ કોઈ ક્યાંથી ફરકે અંગમાં ઔષધો ચોળીને રાખે છે મને શક્ય ક્યાં છે ક્યાંય ખોવાઈ જવું રાતભર ખોળીને રાખે છે મને ! પળમાં પર્વત ઓળંગાવી દે છે એ કાંધ લઈ ડોળી ને રાખે છે મને ! રોમ રોમેથી ગઝલ ફૂટ્યા કરે શબ્દમાં ઘોળીને રાખે છે [...]

ખ્વાબમાં (ગઝલ)

Posted on December 13th, 2010 by admin  |  No Comments »

એક સુરજ ઝળહળે છે ખ્વાબમાં નામ કોઈ સળવળે છે ખ્વાબમાં ધુમ્મસો ઓઢીને ઉભા આયના ને સમય પાછો વળે છે ખ્વાબમાં એક ચહેરો એક અટકળ સ્વપ્નમય યાદના દીવા બળે છે ખ્વાબમાં બર્ફ સમ થીજી ગયા સંબંધ જ્યાં લાગણી ટોળે વળે છે ખ્વાબમાં ઝાંઝવા થાકીને સુતા આંખમાં ને હરણ પાછું વળે છે ખ્વાબમાં આપણા હોવાપણાના ખ્યાલમાં કેટલા [...]

તો ખરા

Posted on November 29th, 2010 by admin  |  No Comments »

માણસોને ઓળખી લો તો ખરા, નાડ તેની પારખી લો તો ખરા. નેહ કેવો છે ભલા ઓ આદમી, હાટ માંડીને લખી લો તો ખરા. પ્રસંગો ભીના તે પાછા વળાવી, આજ તેને જ હરખી લો તો ખરા. જો પથ્થરોનું નગર તો પ્રેમ ક્યાં ? ફૂલ સૌ હૈયે રાખી લો તો ખરા. ‘રામ બોલો’, ‘રામ બોલો’ આખરે શબ [...]

બદલી જો દિશા….

Posted on November 23rd, 2010 by admin  |  1 Comment »

આ જગત સાચું તને સમજાય, બદલી જો દિશા, બ્હાર-ભીતર દુઃખ નહીં પડઘાય, બદલી જો દિશા. એ જ બીબાંઢાળ જીવતર ક્યાં લગી જીવ્યા કરીશ ? કૈં નવું ત્હારા વડે સર્જાય, બદલી જો દિશા. નીકળાશે બ્હાર, અમથો ડર નહીં, ઘાંઘો ન થા, બ્હાર જાવા દ્વાર નહિ બદલાય, બદલી જો દિશા. ના જડ્યું સઘળી રઝળપાટો પછી પણ ક્યાંય [...]

ગઝલ

Posted on November 23rd, 2010 by admin  |  1 Comment »

તારા રૂમાલે નક્કી ફરકવાનું હોય છે મારે ય પછી સ્હેજ મલકવાનું હોય છે. ભૂલા પડી જવાનું નથી કોઈ કારણે મારે તો તારા ફળિયે રખડવાનું હોય છે. શેરીની ધૂળમાં જ હું સંતાઈ જાઉં છું. ઘરમાંથી તારે જ્યારે નીકળવાનું હોય છે. પડછાયાને કશું જ નથી હોતું કામ, દોસ્ત એને તો થોડું થોડું સરકવાનું હોય છે. તેને ફિકર [...]

રાખે છે મને

Posted on November 23rd, 2010 by admin  |  1 Comment »

પ્રેમમાં બોળીને રાખે છે મને રંગમાં રોળીને રાખે છે મને રોગ કોઈ ક્યાંથી ફરકે અંગમાં ઔષધો ચોળીને રાખે છે મને શક્ય ક્યાં છે ક્યાંય ખોવાઈ જવું રાતભર ખોળીને રાખે છે મને ! પળમાં પર્વત ઓળંગાવી દે છે એ કાંધ લઈ ડોળી ને રાખે છે મને ! રોમ રોમેથી ગઝલ ફૂટ્યા કરે શબ્દમાં ઘોળીને રાખે છે [...]

ઈશારે એ નચાવે છે…

Posted on November 10th, 2010 by admin  |  3 Comments »

નથી ઘરમાં ચલણ કોઈનું, મિસિસ ઘરની ગવર્નર છે, ઈશારે એ નચાવે છે, પતિ જાણે કે બંદર છે. ન લોટો છે, ન થાળી છે, બગલમાં એક બિસ્તર છે, ભરોસો રાખવો ક્યાંથી કે ફરતારામ મિસ્ટર છે. લપેડા પાઉડરના છે, ઠઠારો પણ પરી જેવો, હકીકતમાં મને દેખાય છે કે એ છછુંદર છે. હું પડખાં ફેરવીને રાત જાગીને વીતાવું [...]

સમજી ગયાં હશે

Posted on November 10th, 2010 by admin  |  3 Comments »

થોડે સુધી જઈને અટકી ગયાં હશે, મારો વિચાર નક્કી સમજી ગયાં હશે ! સપનામાં કંકુવરણી કંકોતરી પઢું, મનમાં ને મનમાં એ પણ પરણી ગયાં હશે. નહિતર ન હોય આવો માહોલ રણ મહીં, હરણાંઓ નક્કી મૃગજળને પી ગયાં હશે એકાન્તમાં એ રડતાં જોવા મળી શકે, મહેફિલ ખુમારીથી જે ગજવી ગયાં હશે ! સૂરજને માત્ર જોઈ પરસેવે [...]

હતું

Posted on November 10th, 2010 by admin  |  2 Comments »

આમ તો નખ જેટલું ના કોઈ પણ સગપણ હતું. તે છતાં આ જગ વિષે કોનું મને વળગણ હતું ? નામ એનું બોલતાં મોઢું ભરાતું સ્વાદથી, એક નાના શબ્દમાં પણ કેટલું ગળપણ હતું ! જાય છે કાચી ક્ષણો પીઠે ઊંચકતી બોજને, એમને ચોગાન વચ્ચે શોધતું બચપણ હતું; રેત, ડમરી, ઝાંઝવાં રણમાં પછી ભેગાં થયાં, ને ઘડ્યું [...]

…તને મોડેથી સમજાશે

Posted on November 10th, 2010 by admin  |  1 Comment »

સાગરની વારતા અને પથ્થરની વારતા બચપણની સાથ ગૈ મરી દફતરની વારતા એમાં તો ક્યાંય ઝેરનો ઉલ્લેખ પણ નથી પાછા કહો છો એ હતી શંકરની વારતા ફૂલોનો હાલ શું થયો જાણી જશે જો તું સાચ્ચે જ નૈં ગમે પછી અત્તરની વારતા નાસ્તિકપણું સ્વભાવથી અળગું થઈ ગયું કોણે કહી હશે મને ઈશ્વરની વારતા બાકી તો ‘પ્રેમ’ કોઈનું [...]