Posts Tagged ‘gazalkar’

બુદ્ધિના પ્યાલે ભરીને લાગણી પીતો રહે

Posted on October 3rd, 2008 by gujaratikavita  |  No Comments »

બુદ્ધિના પ્યાલે ભરીને લાગણી પીતો રહે, છે સુરાલય જિંદગીનું, જિંદગી પીતો રહે; કોઈની આંખોથી આંખો મેળવી, પીતો રહે, દિલના અંધેરા ઉલેચી, રોશની પીતો રહે. – શૂન્ય પાલનપુરી “ખૈયામ”

હસું છું એટલે માની ન લેશો કે સુખી છું હું

Posted on October 3rd, 2008 by gujaratikavita  |  3 Comments »

હસું  છું  એટલે  માની  ન  લેશો કે  સુખી છું હું, રડી શક્તો નથી એનું મને દુઃખ છે, દુઃખી છું હું; દબાવીને  હું  બેઠો  છું  જીવનના કારમા ઘાવો, ગમે   ત્યારે  ફાટી  જાઉં  એ  જવાળામુખી છું હું. – શેખાદમ આબુવાલા

ઊંચકી ગયા મને

Posted on August 1st, 2008 by gujaratikavita  |  1 Comment »

ભુલી જવાનો હું જ, એ કહેતા હતા મને, એવું કહીને  એજ તો ભુલી ગયા મને. પૂછ્યું નથી શું કોઇએ, મારા વિશે કશું? તારા વિશે તો કેટલું પૂછે બધા મને! ખોબો ભરીને ક્યાંયથી, પીવા મળ્યું નહિ, દરિયો મળ્યો છે આમ તો, ડૂબી જવા મને. થાકી ગયો તો ખૂબ કે ચાલી શકત ન હું, સારું થયું કે [...]

લાજ રાખી છે

Posted on August 1st, 2008 by gujaratikavita  |  No Comments »

ન આવ્યું આંખમાં આંસું, વ્યથાએ લાજ રાખી છે. દવાની ગઇ અસર ત્યારે, દુવાએ લાજ રાખી છે. તરસનું માન જળવાઇ ગયું, તારા વચન લીધે, સમયસર આભથી વિખરી, ઘટાએ લાજ રાખી છે. ઘણું સારું થયું આવ્યા નહિ, મિત્રો મને મળવા, અજાણે મારી હાલતની, ઘણાંએ લાજ રાખી છે. પડી ‘કૈલાસ’ ના શબ પર, ઊડીને ધૂળ ધરતીની, કફન ઓઢાડીને [...]

ખરાબ છે

Posted on July 14th, 2008 by gujaratikavita  |  No Comments »

બસ ઓ નિરાશ દિલ, આ હતાશા ખરાબ છે. લાગે મને કે જગમાં બધા કામયાબ છે. એમાં જો કોઈ ભાગ ન લે મારી શી કસૂર? જે પી રહ્યો છું હું તે બધાની શરાબ છે. કંઇ પણ નથી લખાણ છતાં ભૂલ નીકળી, કેવી વિચિત્ર પ્રેમની કોરી કિતાબ છે. બે ચાર ખાસ ચીજ છે જેની જ છે અછત, [...]

મોંઘી પડી

Posted on June 18th, 2008 by gujaratikavita  |  No Comments »

પ્યારની રંગીન લત મોંઘી પડી, આગ સાથેની રમત મોંઘી પડી.. જીતતાં જીતાઈ ગૈ બાજી બધી,એક આ દીલની લડલ મોંઘી પડી. જીંદગીના રંગ સૌ રુઠી ગયા..,બુધ્ધીની આ આવડત મોંઘી પડી. બાગમાં આવો,રહો,પણ બે ઘડી,માળીની બસ આ શરત મોંઘી પડી. પ્રાણ લૈ આવ્યા અને દૈને ગયા,તારી કીમત ઓ જગત મોંઘી પડી… – શેખાદમ આબુવાલા

મેં તજી તારી તમન્ના તેનો આ અંજામ છે

Posted on June 2nd, 2008 by gujaratikavita  |  No Comments »

મેં તજી તારી તમન્ના તેનો આ અંજામ છે, કે હવે સાચે જ લાગે છે કે તારું કામ છે. છે સ્ખલન બે ત્રણ પ્રસંગોમાં મને પણ છે કબૂલ, કોણ જાણે કેમ આખી જિંદગી બદનામ છે. એક વીતેલો પ્રસંગ પાછો ઉજવવો છે ખુદા! એક પળ માટે વીતેલી જિંદગીનું કામ છે. આપની સામે ભલે સોદો મફતમાં થઈ ગયો, [...]