Posts Tagged ‘gazal’

હું ચહેરો ત્યાં જ છોડીને તને મળવા નહિ આવું

Posted on February 25th, 2010 by gujaratikavita  |  9 Comments »

હું ચહેરો ત્યાં જ છોડીને તને મળવા નહિ આવું, કે દર્પણ તોડી ફોડીને તને મળવા નહિ આવું. ખુમારી તો ખરેખર વારસાગત ટેવ છે મારી, હું મારી ટેવ છોડીને તને મળવા નહિ આવું. કહે તો મારું આ માથું મૂકી લાઉં હથેળી પર, પરંતુ હાથ જોડીને તને મળવા નહિ આવું. તું દરિયો છે, તો મારું નામ ઝાકળ [...]

વિરહનું દર્દ

Posted on December 3rd, 2009 by gujaratikavita  |  15 Comments »

બીજું કોઈ દર્દ નથી દુનિયાનું આવું અસહ્ય, પ્રેમનાં વિરહમાં રહ્યું છે કેવું રહસ્ય… આંસુનો સ્વાદ પણ આજે મધમીઠો લાગ્યો, તારી યાદે પાણી બની આંખોનો રસ્તો માપ્યો… દિલના કોઇ ખુણે બાઝ્યાં છે યાદોનાં બાવાજાળાં, મોકો મળતાં મનને ઘેરે લાગણીઓનાં અટકચાળાં… હમણાં રડતું-રડતાં હસતું બધું નિરસ લાગે, તસ્વિર તારી ફરીને જોતાં મળવાની તરસ જાગે… આજે તને રસ્તે [...]

લખાવો મને !

Posted on November 5th, 2009 by gujaratikavita  |  2 Comments »

વાપરો કળ ને બનાવો મને ! લાશ છું હું, બસ તરાવો મને! એમ બનતી હોય જો આ ગઝલ, લો કલમ- કાગળ, લખાવો મને ! સત્ય કહેવું જો ગુનો હોય તો, લો શુળીએ પણ ચઢાવો મને. જિંદગીએ બહુ રડાવ્યો મને, હું ભૂલ્યો હસવું, હસાવો મને. સાદગીમાં જિંદગી થઇ પુરી, ના હવે દોસ્તો સજાવો મને. – રાકેશ [...]

જિંદગી કોને કહો છો, જો નહિ

Posted on November 3rd, 2009 by admin  |  No Comments »

જિંદગી કોને કહો છો, જો નહિ આંખમાં લાલી ભરી સ્વપ્નો તણી ? ને સ્વપ્નને સાચાં કરી ઊતારવા ઝંખતી ના આરઝૂ હૈયા તણી ? જિંદગી શી ચીજ છે, જો એ નહિ કૂચ સાધે ધ્યેયની રેખા ભણી ? ફુરસદ નહિ યે બે ઘડી ખોટી થવા મોજ મીઠી માનવા આંસુ તણી ? જિંદગી શું છે કહોને, જો નહિ [...]

ગઝલના શેર છે !

Posted on October 15th, 2009 by admin  |  3 Comments »

માનવીને માનવીમાં ફેર છે, લાગણી સાથે મગજને વેર છે. અંતમાં અસબાબ જોયો તો મળ્યા, માલ- મિલ્કત બસ ગઝલના શેર છે ! કોણ સમજે લાગણીનું મૂલ્ય પણ?, દોડતું ને ભાગતું આ શ્હેર છે. આપણાં માન્યાં હતાં જેને સદા, એ જ આખર નીકળ્યા તો ગેર છે. જિંદગી આ જીવવાની ને પછી-, શિવ કહેશે? શું ખરેખર ઝેર છે. [...]

મફતનાં કામણ

Posted on August 31st, 2009 by admin  |  4 Comments »

વ્યંગ કવન,મફત માર્કેટિંગનાં કામણ… ————————————- મફત મફતના મંત્રોથી ગુંજે, નવયુગનો દરબાર મફતના પાઠ રટી હોઠે , આજ થઈ જાઓ તૈયાર નામા મારું છે મફતલાલ, કહું ગમતી મફતની વાત એક ખરીદો વસ્તુ લાલા, મળશે બીજી મફતમાં આજ સદીઓ પહેલાં મફત લેવામાં, લાગતી શરમ અપાર પણ નવા જમાને ‘ મફત’ ચલાવે દુનિયાના વ્યવહાર મફતનો અજંપો લાગે ના [...]

મંઝિલ બનીને આવ ન રહેબર બનીને આવ

Posted on August 24th, 2009 by admin  |  7 Comments »

મંઝિલ બનીને આવ ન રહેબર બનીને આવ મુઝ માર્ગમાં ભલે ન તું સહચર બનીને આવ કિન્તુ મને ન છોડ અટૂલો પ્રવાસમાં કાંઈ નહીં તો છેવટે ઠોકર બનીને આવ – બેફામ

વાતને સાચવી લો

Posted on August 18th, 2009 by admin  |  3 Comments »

વાતને સાચવી લો, રાતને સાચવી લો. શબ્દ કંઇ બોલશો નહિ, જાતને સાચવી લો. હાથથી એ સરકતી, રેતને સાચવી લો! વિસ્તરે છે મકાનો, ખેતને સાચવી લો.. જો વધે આમ નફરત, હેતને સાચવી લો. – રાકેશ ઠક્કર

તારા નજીક આવતા પગલા હું સાંભળું

Posted on August 6th, 2009 by admin  |  1 Comment »

તારા નજીક આવતા પગલા હું સાંભળું નાચી રહેલ મોરના ટહુંકા હું સાંભળું એકેક શબ્દ શબ્દ મને યાદ આવશે ખામોશ ઘ્યાનથી તને કહેતા હું સાંભળું ગીતો મળીને પ્રેમ્ સભર એમ ગાઈએં અડધા તું સાંભળે, પછી અડધા હું સાંભળું એ પ્રેમની કહાની કહે આપણી બધા જેને તું હસતાં સાંભળે, રડતા હું સાંભળું ડુસ્કા ભરી ભરી અને થાકી [...]

તારી ઉદાસી સાંજને શણગારવા પ્રિયે!

Posted on August 6th, 2009 by admin  |  3 Comments »

તારી ઉદાસી સાંજને શણગારવા પ્રિયે! લે મોકલું, મઘમઘ તને સપનાં નવાં પ્રિયે. પ્હેલા તો આંખો બંધ કર, … ઉઘાડ લે હવે; ઝગમગ થતી દેખાય છે ખુલ્લી હવા પ્રિયે? એકાદ અમથું ફૂલ તું ધારી લે મન મહીં, બાકી બધું થનગન થવાનું મ્હેકવા પ્રિયે! ઊભાં છે ઊંચા હાથ લૈ ને પામવા તને– આ ઝાડવાંને ક્યાં જઈ સંતાડવા [...]