Posts Tagged ‘gazal gazals’

વારાફરતે વારામાંથી નીકળવું છે

Posted on January 22nd, 2009 by gujaratikavita  |  No Comments »

વારાફરતે વારામાંથી નીકળવું છે; મારે આ જન્મારામાંથી નીકળવું છે; જન્મોથી હું એની અંદર જકડાયો છું, ઇચ્છાઓના ભારામાંથી નીકળવું છે; તેથી સઘળું જગના ચરણે અર્પણ કીધું, મારે તારા-મારામાંથી નીકળવું છે; કાયમ શાને જન્મ-મરણના ભયમાં રહેવું? સંસારી આ ધારામાંથી નીકળવું છે; અજવાળાના સ્વામી થોડો ટેકો કરજો, ભીતરના અંધારામાંથી નીકળવું છે. – હરજીવન દાફડા (