Posts Tagged ‘gani dahiwala’

રમીએ – ગની દહીંવાળા

Posted on November 18th, 2008 by gujaratikavita  |  1 Comment »

સાવ અમસ્તું નાહક નાહક નિષ્ફળ નિષ્ફળ રમીએ, ચાલ મજાની આંબાવાડી! આવળબાવળ રમીએ. બાળસહજ હોડી જેવું કંઈ કાગળ કાગળ રમીએ, પાછળ વહેતું આવે જીવન, આગળ આગળ રમીએ. માંદા મનને દઈએ મોટું માદળિયું પહેરાવી, બાધાને પણ બાધ ન આવે, શ્રીફળ શ્રીફળ રમીએ. તરસ ભલેને જાય તણાતી શ્રાવણની હેલીમાં, છળના રણમાં છાનામાના મૃગજળ મૃગજળ રમીએ. હોય હકીકત હતભાગી [...]

તમારાં અહીં આજ પગલાં થવાનાં

Posted on November 16th, 2008 by gujaratikavita  |  No Comments »

તમારાં અહીં આજ પગલાં થવાનાં, ચમનમાં બધાંને ખબર થૈ ગઈ છે. ઝુકાવી છે ગરદન બધી ડાળીઓએ, ફૂલોની ય નીચી નજર થૈ ગઈ છે. શરમનો કરી ડોળ સઘળું જુએ છે કળી પાંદડીઓના પડદે રહીને, ખરું જો કહી દઉં તો વાતાવરણ પર તમારાં નયનની અસર થૈ ગઈ છે. બધી રાત લોહીનું પાણી કરીને બિછાવી છે મોતીની સેજો [...]