Posts Tagged ‘famous poet’

જીવ્યો છું – ઘાયલ

Posted on May 29th, 2008 by gujaratikavita  |  No Comments »

ખૂબ અંદરબહાર જીવ્યો છું ઘૂંટેઘૂંટે ચિકાર જીવ્યો છું હું ય વરસ્યો છું ખૂબ જીવનમાં હું ય બહુ ધોધમાર જીવ્યો છું બાગ તો બાગ, સૂર્યની પેઠે- આગમાં પુરબહાર જીવ્યો છું આમ ‘ઘાયલ’ હું અદનો શાયર, પણ સર્વથા શાનદાર જીવ્યો છું -’ઘાયલ’