Posts Tagged ‘divas’

આખો દિવસ સાથે હતો, સાંજે શમી ગયો

Posted on May 22nd, 2008 by gujaratikavita  |  1 Comment »

આખો દિવસ સાથે હતો, સાંજે શમી ગયો, સૂરજને મારો પડછાયો કેવો ગમી ગયો ! ખાલીપણું તો એકલાથી ના થયું સહન, પંખી નથી તો ડાળીનો હિસ્સો નમી ગયો. એવું કિનારાને થયું શું, ના ખબર પડી, મોજાંની વાતો સાંભળીને સમસમી ગયો. આ ‘આપ-લે’માં થઈ જતા ખરબચડા હાથમાં, ખણકાટ પાંચીકાનો ક્યારે આથમી ગયો? શેરીમાં રમતા છોકરાની જેમ કાફિયો, [...]

મળ્યાં વિરહના અનેક કપરાં દિનો

Posted on May 22nd, 2008 by gujaratikavita  |  No Comments »

મળ્યાં વિરહના અનેક કપરાં દિનોની પછી મહાજન સમૂહમાં કરત માર્ગ ધીરે ધીરે, ઘડી ઘડી અનેક સંગ કરી ગોઠડી લ્હેરથી, બધાનું પતવી પછી બહુ નિરાંતથી તે મળ્યાં. ઘણો સમય તો ન કાંઈ જ વદ્યાં અને જ્યાં વદ્યાં પૂછી ખબર અન્ય કોક તણી સાવ સાદી સીધી. અને ખબર એ સુણી નહિ સુણી કરી બેઉ તે અકંપ અણબોલ [...]