સી યુ અગેઇન કરતાં તમારું એ આવજો મધમીઠું લાગે
સી યુ અગેઇન કરતાં તમારું એ આવજો મધમીઠું લાગે હાય હેલો ફ્રેંડશીપ બને દોસ્તી તો શમણું અણદીઠું જાગે હમદર્દીલાં દિલડાંનો ધબકાર સંભળાયે આલિંગન વિના ચોટદાર એનો એવો ઉન્માદ આઈ લવ યુ અણકીધું વાગે પરભોમમાં ઓમનું છૂંદણું જોઇને જોમ આવે હોમસીકને આમ મળવા જાણે માભોમ આવે હતાશ હું બેભાન રહું છો હો ઇ. આર. સારવારે જોઉં [...]