ખુદા તારી કસોટીની પ્રથા સારી નથી હોતી
ખુદા, તારી કસોટીની પ્રથા સારી નથી હોતી, કે સારા હોય છે એની દશા સારી નથી હોતી. ખૂબી તો એ કે ડૂબી જાય તો લઇ જાય છે કાંઠે, તરો ત્યારે જ સાગરની હવા સારી નથી હોતી. સિતારા શું કે આવે છે દિવસ રાતોય ગણવાના, હંમેશાંની જુદાઇની દશા સારી નથી હોતી. જગતમાં સર્વને કહેતા ફરો નહિ કે [...]