Posts Tagged ‘befam’

મહોબ્બતમાં હવે મારો પરિચય આ પ્રમાણે છે

Posted on November 24th, 2009 by gujaratikavita  |  6 Comments »

મહોબ્બતમાં હવે મારો પરિચય આ પ્રમાણે છે, અજાણ્યાં થઈ ગયાં છે એ મને જે ખાસ જાણે છે. દીધો’ તો સાથ જેણે, એ જ ખુદ લૂંટી ગયા અમને, જરા સાવધ-વધુ જોખમ અહીં તો ઓળખાણે છે. મળ્યો છે નાબુદા એના પછી થઈ છે દશા આવી, હતાં તોફાન જે દરિયે, હવે મારાં વહાણે છે. સુણું છું મારી વાતો [...]

મંઝિલ બનીને આવ ન રહેબર બનીને આવ

Posted on August 24th, 2009 by admin  |  4 Comments »

મંઝિલ બનીને આવ ન રહેબર બનીને આવ મુઝ માર્ગમાં ભલે ન તું સહચર બનીને આવ કિન્તુ મને ન છોડ અટૂલો પ્રવાસમાં કાંઈ નહીં તો છેવટે ઠોકર બનીને આવ – બેફામ

ઓ હ્રદય, તેં પણ ભલા! કેવો ફસાવ્યો છે મને

Posted on June 23rd, 2009 by admin  |  7 Comments »

ઓ હ્રદય, તેં પણ ભલા! કેવો ફસાવ્યો છે મને, જે નથી મારા બન્યા, એનો બનાવ્યો છે મને, સાથ આપો કે ના આપો, એ ખુશી છે આપની, આપનો ઉપકાર, મારગ તો બતાવ્યો છે મને, આ દુઃખ ના કાળમાં એને કરું છું યાદ હું, મારા સુખના કાળમાં જેણે હસાવ્યો છે મને, કૈં નહોતુ એ છતાં, સૌ એ [...]

હજી પણ એમને ખાના ખરાબી ની ખબર ક્યા છે

Posted on April 8th, 2009 by admin  |  3 Comments »

હજી પણ એમને ખાના ખરાબી ની ખબર ક્યા છે, હજી પણ અમને પુછી રહ્યા છે કે તારુ ઘર ક્યા છે. મને પણ કોઇ શક પહેલી નજર ના પ્રેમ પર ક્યા છે, મગર મારા તરફ એની હવે પહેલા જેવી નજર ક્યા છે. મળી લઈએ હવે આવે સુખદ અંજામ ઉલ્ફત નો, તને મારી ફીકર ક્યા છે, મને [...]

ગલતફહેમી ન કરજે, ઐશ માટે મયકશી નહોતી

Posted on January 12th, 2009 by gujaratikavita  |  1 Comment »

ગલતફહેમી ન કરજે, ઐશ માટે મયકશી નહોતી; મને પણ શેખ! તારી જેમ આ દુનિયા ગમી નહોતી. ખબર શું કે ખુદા પણ જન્મ આપી છેતરી લેશે? જીવ્યો ત્યારે જ જાણ્યું કે એ સાચી જિંદગી નહોતી. નથી એ દોષ તારો કે મળ્યાં છે, ઝાંઝવા, સાકી! પીવા હું ત્યાં ગયો કે જ્યાં ઘટા કોઈ ચડી નહોતી. બહુ કપરા [...]

ઘરનાં તો જો કે વાસી દીધેલાં કમાડ છે

Posted on January 12th, 2009 by gujaratikavita  |  No Comments »

ઘરનાં તો જો કે વાસી દીધેલાં કમાડ છે, જોવી જ હો દશા તો ભીંતોમાં તિરાડ છે. અશ્રુ પછીનાં સ્મિતનું આ દ્રશ્ય તો જુઓ, વર્ષા પછીનો જાણે કે પહેલો ઉઘાડ છે. બળતી બપોરે રણમાં બીજું તો શું સાંભરે? આવે છે યાદ એ જ બગીચામાં ઝાડ છે. લેવો જ પડશે મારે બુલંદીનો રાહ પણ, મારી નજરની સામે [...]

અહીં જે તેજ દીવામાં રહે છે

Posted on January 12th, 2009 by gujaratikavita  |  1 Comment »

અહીં જે તેજ દીવામાં રહે છે, તિમિર એનું ધુમાડામાં રહે છે. મહાલય જેના નકશામાં રહે છે, ઘણા એવા ય રસ્તામાં રહે છે. છે કાંટા આખરે તો માત્ર કાંટા, ભલેને એ બગીચામાં રહે છે. જગા મળતી નથી જેને ચમનમાં તો એવા ફૂલ વગડામાં રહે છે. ગયાં સંતાઇ મોતી એ વિચારે, કે પરપોટા ય દરિયામાં રહે છે. [...]

નથી શકતો

Posted on December 1st, 2008 by gujaratikavita  |  No Comments »

હરદમ હું કર્યા કરતો હતો જેમની વાતો, જીવન ને સ્વપ્ન માનું છું, મગર ત્યાગી નથી શકતો, છું એવી જાગ્રુતિમાં કે વધુ જાગી નથી શકતો, ફુલો વચ્ચે ઓ માર પ્રાણ, વાયુ જેમ ફરજે તું, કે વાયુને કોઈ કાંટો કદી વાગી નથી શકતો, જગતને તેજ દેવા હું સુરજની જેમ સળગું છું, છે એક જ દુઃખ કે હું [...]

લાશ મારી પરંતુ તરાવી દીધી

Posted on October 15th, 2008 by gujaratikavita  |  4 Comments »

થાય સરખામણી તો ઊતરતા છીએ,તે છતાં આબરુને દીપાવી દીધી, એમના મહેલ ને રોશની આપવા ઝૂંપડી પણ અમારી જલાવી દીધી. ઘોર અંધાર છે આખી અવની ઉપર,તો જરા દોષ એમાં અમારોય છે, એક તો કંઈ સિતારા જ નહોતા ઊગ્યા, ને અમે પણ શમાઓ બુઝાવી દીધી. બીક એક જ બધાને હતી કે અમે ક્યાંક પહોંચી ન જઈએ બુલંદી [...]

બસ એટલું કે….

Posted on September 30th, 2008 by gujaratikavita  |  No Comments »

બસ એટલું કે એના ઉપર મારો હક નથી, એથી વિશેષ પ્રેમમાં કોઈ ફરક નથી. કેવું મૂગું દરદ છે આ પહેલા મિલાપનું ! ધડકી રહ્યું છે દિલ અને દિલ બેધડક નથી માપી લીધી છે મેં આ ગગન વિશાળતા, તારી છબી છું ચીતરું એવું ફલક નથી. શોભી રહ્યો છું હું તો ફક્ત તારી પ્રીતથી, મારા જીવનમાં કોઈ [...]