અમૃતથી હોઠ સહુના એંઠા કરી શકું છું
અમૃતથી હોઠ સહુના એંઠા કરી શકું છું મૃત્યુના હાથ પળમાં હેઠા કરી શકું છું આ મારી શાયરી એ સંજીવની છે ઘાયલ શાયર છું પાળિયાને બેઠા કરી શકું છું – અમૃત ઘાયલ
અમૃતથી હોઠ સહુના એંઠા કરી શકું છું મૃત્યુના હાથ પળમાં હેઠા કરી શકું છું આ મારી શાયરી એ સંજીવની છે ઘાયલ શાયર છું પાળિયાને બેઠા કરી શકું છું – અમૃત ઘાયલ
ગુજારવા છે જુલમ પણ જુલમ નથી મળતા, સિતમગરો છે ફિકરમાં સિતમ નથી મળતા. નિયમ વિરુદ્ધ જગતનાં ય ગમ નથી મળતા, કે આંસુ ઠંડાઃ નિસાસા ગરમ નથી મળતા. મળે છે વર્ષો પછી એકદમ નથી મળતા, મલમ તો શું કે સહેજે જખમ નથી મળતા. વિચારું છું કે મહોબ્બત તજી દઉં કિન્તુ – ફરી ફરી અહીં માનવ જીવન [...]
હ્રદય તૂટી ગયું છે પણ હ્રદય-ધબકાર બાકી છે, ભલે થઇ વારતા પૂરી પરંતુ સાર બાકી છે. તમે છેડી તો જુઓ સહેજ મુજ ખંડિત હ્રદય-વીણા, તૂટેલા તાર માંહે પણ કંઇ ઝણકાર બાકી છે. ગમે ત્યારે જીવનમાં નવજીવન લાવી શકું છું હું, હજુ તો લોહીમાં મારા જીવન-ધબકાર બાકી છે. મહતા છે જીવનને સંકટોથી પાર કરવામાં, ભલે તોફાન [...]
હું નથી આ પાર કે તે પારનો, મુક્ત યાત્રી છું હું પારાવારનો વૃદ્ધ છું કિન્તુ નીરસ કે જડ નથી રૂક્ષ છું પણ સ્ત્રોત છું રસધારનો ભોગ છપ્પન નિત્ય સ્પર્શે છે ચરણ દેવદુર્લભ થાળ છું કંસારનો આમ હું આધારને શોધ્યા કરું આમ હું આધાર છું આધારનો ! હોય વિધ્નો હોય કષ્ટો તોય પણ પ્રાણ મારા આ [...]
કેમ ભૂલી ગયા? દટાયો છું, આ ઈમારતનો હુંય પાયો છું. હું હજી પૂર્ણ ક્યાં કળાયો છું, અડધોપડધો જ ઓળખાયો છું. વિસ્તર્યા વિણ બધેય છાયો છું! હું અજબ રીતથી ઘવાયો છું! આમ તો એક બિન્દુ છું કિન્તુ, સપ્તસિન્ધુથી સંકળાયો છું! સૂર્યની જેમ સળગ્યો છું વર્ષો, ચન્દ્રની જેમ ચોડવાયો છું. વઢ નથી વિપ્ર, આ જનોઈનો, આમ હું [...]
એવી જ છે ઈચ્છા તો મેં આ ઘૂંટ ભર્યો, લે ! છોડ્યો જ હતો કિન્તુ ફરી મીઠો કર્યો, લે ! લઈ પાંખ મહીં એને ઊગારી લે પવનથી, સળગે છે હજુ દીપ નથી સાવ ઠર્યો, લે ! તક આવી નિમજ્જનની પછીથી તો ક્યાં મળે લે આંખ કરી બંધ અતિ ઊંડે સર્યો, લે ! મરવાની અણી પર [...]
ના હિન્દુ નીકળ્યા ન મુસલમાન નીકળ્યા; કબરો ઉઘાડી જોયું તો ઈન્સાન નીકળ્યા. સહેલાઈથી ન પ્રેમનાં અરમાન નીકળ્યાં, જો નીકળ્યાં તો સાથે લઈ જાન નીકળ્યાં. તારો ખુદા કે નીવડયાં બિન્દુય મોતીઓ, મારાં કરમ કે આંસુઓ તોફાન નીકળ્યાં. એ રંગ જેને જીવ સમા સાચવ્યા હતા, એ રંગ એક રાતના મ્હેમાન નીકળ્યા. મનમેળ કાજ આમ તો કીધા હતા [...]
ગુલાબી આદમી છઈએ, રૂવાબી આદમી છઈએ, અમે જૂના જમાનાના શરાબી આદમી છઈએ હલાહલ ઝેર હો અથવા મધુર અંગૂરનો આસવ, મળે તે માણીએ હાજરજવાબી આદમી છઈએ અમે ઘેરી નિગાહોની નવાજિશ માણનારાઓ અમારું મન નવાબી છે, નવાબી આદમી છઈએ નથી હેવાન, કે તારો કરીએ ના કશો આદર! ખુશીથી આવ, ઓ ખાનાખરાબી! આદમી છઈએ ગયા છીએ અમે ફેંદી [...]
કોઈને હું ફક્ત પ્રેમ દેખાઉં છું, કોઈને હું ફક્ત વ્હેમ દેખાઉં છું; ચાલ હું એમ તો એમ દેખાઉં છું, પ્રશ્ન એ છે તને કેમ દેખાઉં છું. -અમૃત ‘ઘાયલ’
જીવન જેવું જીવું છું, એવું કાગળ પર ઉતારું છું; ઉતારું છું, પછી થોડું ઘણું એને મઠારું છું. તફાવત એ જ છે, તારા અને મારા વિષે, જાહિદ! વિચારીને તું જીવે છે, હું જીવીને વિચારું છું. – અમૃત ‘ઘાયલ’