Posts Tagged ‘Add new tag’

અકબંધ છે

Posted on May 9th, 2011 by admin  |  1 Comment »

પ્રશ્નો અનેક આવે છે,જ્યારે મનના દ્વાર ખૂલે છે. પ્રકાશ સૂર્યનો હજીય અકબંધ છે, પણ શું ઉગ્રતા એની એ જ છે? ચાંદની ચંદ્રમાની હજીય અકબંધ છે, પણ શું શીતળતા એની એ જ છે? હરિયાળી ધરાની હજીય અકબંધ છે, પણ શું સૌમ્યતા એની એ જ છે? રૂદન શિશુનું હજીય અકબંધ છે, પણ શું નિર્દોષતા એની એ જ [...]

મળી ગયું

Posted on May 9th, 2011 by admin  |  3 Comments »

મળ્યું એક બિંદુ પાન પર, ને મોતી સમજી ગળી ગઇ. સ્પશ્યું જ્યાં હૃદયમાં ને, ગાઢ સ્મરણમાં સરી ગઇ. મળ્યો સાથ સજ્જનોનો અને, વગર નાવે તરી ગઇ. આશા એક સુંદર જીવનની ને, સારો સાથી મળી ગયો. દુનિયા તો છે સુંદર ને, સુંદરતા પામનાર મળી ગયો. કોણ ગયું કોઇની સાથે, ને જશે કોણ, પણ સાથે જનારું મળી [...]

દાનમાં

Posted on February 9th, 2011 by admin  |  3 Comments »

મળે જો શબ્દ તો કહું તને બસ કાનમાં ન ગમ્યું કોઈ ઘર રાખ મને તારા મકાનમાં ઝંખના હોય જેને દિવસ-રાત પામવાની પાસ આવીને ઘણીવાર ન સમાય નઝરમાં પાસ-પાસે હોઈએ ને ઝુકીએ ઘણા એવી કોઈ કમી તો હોય છે પ્રેમમાં બઘું ભૂલી જવાનું તય હતું આપણે તુંય ક્યાં ભૂલી શકીશ ને હુંય કેમ ભૂલી શકીશ એક [...]

ઓળખવા દે

Posted on February 8th, 2011 by admin  |  No Comments »

બાવનની અંદરના કોઈ અક્ષરને તો ઓળખવા દે ! થાઉં પછીથી મઘમઘ પહેલાં અત્તરને તો ઓળખવા દે ! પીડામાં ઓગળતી આંખો, દુઃખમાં ડોલે શબ્દસિંહાસન- આવીને ઊભા અધવચ્ચે કળતરને તો ઓળખવા દે ! સુખ રાજવી ઠાઠ ધરીને સામે કાંઠે બોલાવે છે રસ્તાના શતશત શેવાળી પથ્થરને તો ઓળખવા દે ! કોઈ જંગલી ઘાસફૂલ થઈ ભવભવ મળવાનું નિમંત્રણ કબૂલ, [...]

ગીત

Posted on February 8th, 2011 by admin  |  No Comments »

છપ્પનમા વરસે તો કારમો દુકાળ પડે, ……………… છતાં છપ્પનમું લીલુંછમ્મ જાય છે ! થોડાં પાંદડાં ખરેલાં એક માણસમાં, ……………… આજે પણ કોયલ બેસીને ગીત ગાય છે ! કોયલનાં ગીતોથી પડઘાતું આભ, .…………….. અને આભ નીચે ચાલવાનું મારું ! રસ્તાઓ એટલું જ જાણે છે: .…………….. લંબાણ તો પથ ને પથિકનું સહિયારું… ચાલવાની વાત સાત ડગલાંની હોય [...]

ફરિયાદની યાદ

Posted on January 28th, 2011 by admin  |  No Comments »

સમયના વહેણમાં વરસો વહેતાં ગયાં, તમારી વસમી યાદમાં બેહાલ થતાં ગયાં. જીવવા-મરવાના કોલ દીધા આપણે, ભૂતકાળનાં શમણાં ભરી દેતાં ગયાં. મિલન-આશામાં ઝૂરતાં-કણસતાં પરસ્પર, વસમી વિદાયની વેળા કમને દેતાં ગયા. હેતના રણમાં મૃગજળ પીવા દોડતાં, આપની અમીભરી વાદળી લેતાં ગયાં. હાલક-ડોલક મુજ નૈયાના આપ સુકાની, ડૂબવાને સારું મઝધારે તરછોડતાં ગયાં. યાદને પણ યાદ રાખવા જીવ્યા સારું, [...]

બચાવ

Posted on December 13th, 2010 by admin  |  No Comments »

આ ઉઝરડાતી જતી ક્ષણને બચાવ રાતભર બળબળતી પાંપણને બચાવ તોડી નાખે આ સમય દુશ્મન બની તે પહેલાં આવ; વળગણને બચાવ માર્ગમાંથી કોઈ ભૂંસી દે કદાચ એક પગલાં પરની રજકણને બચાવ કેટલાં વર્ષોથી રાખ્યો સાચવી- એક ચ્હેરો; એક દર્પણને બચાવ જીવવું મુશ્કેલ છે એના વગર શબ્દ, સ્પંદન, પ્રેમ – એ ત્રણને બચાવ – દિલીપ મોદી

કરી જોઈએ….

Posted on December 13th, 2010 by admin  |  No Comments »

ચાલ ગરબડ જરા ગ્રંથોમાં કરી જોઇએ રામાયણમાં રહિમ અને કુરાનમાં ક્રિષ્ન લખી જોઇએ ફર્ક શું પડશે એમાં એમની મહાનતાને ? અદલાબદલી થોડી ઉપરવાળાની કરી જોઇએ આઝાન પછી મંદિરના ભૂંગળે દેવાય મસ્જીદે આરતી અલ્લાહની કરી જોઇએ મૂર્તિ આગળ મહોમ્મદની પ્રેમથી ચાલીસા પયગંબરની કરી જોઇએ – હાર્દિક યાજ્ઞીક કોઈ મુબારક રમઝાનના દિવસે નમાઝ કૃષ્ણ નામની પઢી જોઈએ [...]

આવે છે

Posted on October 26th, 2010 by gujaratikavita  |  1 Comment »

શ્વાસ માં તમારા સુવાસ ફુલોની આવે છે, તમે આવો ત્યારે પગલે પગલે બહાર આવે છે, તમારી કઇ હરકત કઇ શરારત ને વખાણું, તમારી દરેક અદા પર મને પ્યાર આવે છે, જી ંદગી ની સફર માં જોયા છે મે ઘણાં જ ચહેરા, પણ યાદ માત્ર એક તમારો જ ચહેરો આવે છે, રહેવા દો વાત મિલન ની, [...]

સપનાંનાં સરનામા

Posted on October 7th, 2010 by admin  |  11 Comments »

પૂછ ના દોસ્ત, “કેમ છે ?” હતું એમનું એમ છે, ખેંચમ્ ખેંચનું ઠેકાણું, ઘરમાં જેમનું તેમ છે ! મધ્યમવર્ગની હાલતમાં નકરી કશ્મકશ છે, ક્યાંથી દેખાય હરિયાળી, જમીનમાં ક્યાં કોઈ કસ છે ? શૅરબજારનો જાદુ જોયો, રૂપિયા હતા, હવે કાગળ છે, ઘર વાળીને સાફ કર્યું, નસીબ બે ડગલાં આગળ છે. ખર્ચાની તો ચાલ નવાબી, એક વેંત [...]