Posts Tagged ‘aakashdeep’

ધરા સ્વજનસી

Posted on December 24th, 2010 by gujaratikavita  |  No Comments »

છંદ…બસીત (ગઝલ) ગાગાલગા ગાલગા ગાગાલગા ગાલગા લાગે ભલી મધુર આ વાતો બધી ગગનની ગમતી મને લીલુડી મારી ધરા સ્વજનસી કેવી રૂડી ખીલતી ઋતુઓ ધરા ચમનથી કેમ તુજને વિસરું જ દુલારી ધરા સ્વજનસી જાણી કથા સ્વર્ગની રૂપલી બધી હરખથી શ્રધ્ધા વિભૂતિ સત જ સુચારી ધરા સ્વજનસી જન્મ ધરી ભોમકા ખીલ્યો થઈ લીલુડો ફૂલો ધરી બનું હું [...]

દિવાળી

Posted on October 14th, 2009 by admin  |  2 Comments »

મારું નાનકડું ગામ ,જાણે ગોકુલિયું ધામ રુડી સરોવરની પાળ,ઝૂલે વડલાની ડાળ હસે પનઘટના ઘાટ.ગાગર છલકે રે વાટ દોડી કરીએ દિવાળીએ સ્નેહે સન્માન કે મારા …આંગણાના થાજો મહેમાન લાલી છાઈ આકાશ, વરતાય હૈયે ભીંનાશ માવતરનાં મીઠાં છે ગાન,,ધરે જીવન પ્રસાદ આદરનાં ઉભરાયે પૂર,મલકે વડીલોનાં ઉર પ્રકાશ પર્વના છલકે છે પ્રેમ ભર્યા પૂર ઝીલો ઝીલો હૈયે દોડી [...]

હનુમાનજીનું હાલરડું

Posted on September 18th, 2009 by admin  |  1 Comment »

રાષ્ટીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીના કાવ્ય ’શીવાજીનું હાલરડૂં’ ના પરથી પ્રેરણા લઈ દાદા હનુમાનજીનું હાલરડું ની મજા માણીએ. અંજની જાયો પારણે પોઢેલ બાળ મહાવીર ને સિંહણ જાયો છે વીર જડે નહીં જગતે જોટો , અવનીયે અવતરીયો મોટો કેસરી નંદનને નીંદરું ના આવે, માત અંજની હેતે ઝુલાવે ઉર પ્રસન્ન ને આંખ મીંચાણી, અંજની માને સપનું દેખાણું [...]

નવલે નોરતે

Posted on September 15th, 2009 by admin  |  1 Comment »

ગબ્બરના ટોચે, દિવડા ની જ્યોતે,ઝગમગે સોનેરી ગોખ મા અંબાને ચરણે ,ઘેલી ગુજરાત ગરબે રમતી રો જ આભલા ચમકે, રંગી ચૂંદડીએ, ગઢ પાવાને વાટ કુમકુમ પગલે, સુંદર સાથીઆ પૂર્યા માડીને દ્વાર સંગીતના તાલે, ઝાંઝર ઝણકે, તાલીઓના રણકે તાલ હીલોળા લેતાં હરખે હૈયાં, ભાવ સાગરને પાળ ઘૂમતા રાસે ,નવલે નોરતે, મલકે ઉમળકો આજ ચાંચર ચોકે, ધબૂકતે ઢોલે, [...]

આભલું નીરાળું

Posted on September 13th, 2009 by admin  |  2 Comments »

નથી ઘૂંઘટ કે લાગે શરમાળું તોય મારું આભલું કેટલું રુપાળું નથી ફૂલડું કે રેશમ રુપાળું તોય નભ નમણું લાગે નીરાળું ના મુગટ કુંડલ ખન ઝાંઝરું તોય રાધાના કાન જેવું સાંવરું ઉડે પંખી ભરતા મસ્તી આભલે મેઘ ધરે સાત ધનુષ કોટડે ઢળે સંધ્યા કે ખીલતું પ્રભાતજી વ્યોમ હાટડે વેચતા આનંદજી સજે ગગનને રવિ સોહામણું માણું પાવન [...]

મફતનાં કામણ

Posted on August 31st, 2009 by admin  |  4 Comments »

વ્યંગ કવન,મફત માર્કેટિંગનાં કામણ… ————————————- મફત મફતના મંત્રોથી ગુંજે, નવયુગનો દરબાર મફતના પાઠ રટી હોઠે , આજ થઈ જાઓ તૈયાર નામા મારું છે મફતલાલ, કહું ગમતી મફતની વાત એક ખરીદો વસ્તુ લાલા, મળશે બીજી મફતમાં આજ સદીઓ પહેલાં મફત લેવામાં, લાગતી શરમ અપાર પણ નવા જમાને ‘ મફત’ ચલાવે દુનિયાના વ્યવહાર મફતનો અજંપો લાગે ના [...]

ગાજ્યાં ગગન

Posted on July 25th, 2009 by admin  |  2 Comments »

ગગને ગાજ્યો મેઘો ઘનઘોર , લહેરાયું યૌવન અંગ અંગ ઢળતી રે સાંજે નીતરતા અંગે, નેણલાં શોધતાં સાજનનો સંગ શીતલ સમીર કંપાવે દિલડું ને જોશે ઝીલું ઝરમરીયો મેહ નાજુક નમણી નારી હું રુપાળી , નયનોમાં ઊભરે છે નેહ ઝરુખે ઊભી થાકી લજવાતી , વરસાદની છાંટે હું છંટાતી અટૂલી ઘરમાં ભમીને ઘૂમતી,ઘડીઓ જુગજુગ ખૂટે ના ખુટાતી આથમતો [...]

હું માનવને ખોળું

Posted on May 8th, 2009 by admin  |  2 Comments »

એક દિન અચાનક ભગવાન આવી ઊભા રે સામે પૂછે મુજને શું શોધે ‘આકાશદીપ’ તું અંધારે દીવો પ્રગટાવી અહોભાવે બોલ્યો ભાવ ધરીને વિશાળ જગે શોધવા નીકળ્યો હું માનવને હસી બોલ્યા ભગવાન અચરજથી, અલ્યા માણસનું કીડિયારું તારી સંગે ભાળું શાને પાછો લળી લળી કહે હું માનવને ખોળું? ભલા ભગવાન, તમે કારોબાર કરો વિરાટ વ્યોમેથી દૂરદૂર રહી સાચી [...]

વહાલી દીકરી

Posted on April 25th, 2009 by admin  |  10 Comments »

વહાલી દીકરી મમતાએ મઢી સંસ્કારે ખીલી વહાલી દીકરી ભર બપોરે દોડી બારણું ખોલી ધરે જળની પ્યાલી વહાલી દીકરી હસે તો ફૂલ ખીલે ગાયે તો અમી ઝરે ગુણથી શોભે પૂતળી વહાલી દીકરી રમે હસતી સંગ સખી માવતર શીખવે પાઠ વઢી સૌને હૃદયે તારી છબી જડી વહાલી દીકરી વીતી અનેક દિવાળી જાણે વહી ગયાં પાણી સોળે કળાએ [...]