Posts Tagged ‘aadil mansuri’

કશુંય કહેવું નથી સૂર્ય કે સવાર વિષે

Posted on November 11th, 2008 by gujaratikavita  |  No Comments »

કશુંય કહેવું નથી સૂર્ય કે સવાર વિષે, તમે કહો તો કરું વાત અંધકાર વિષે. ન કોઈ ડાળે રહસ્યોનાં પાંદડા ફૂટ્યા, કળીના હોઠ ઊઘડતા નથી બહાર વિષે. સતત થતા રહ્યા વચમાં મરણના ઉલ્લેખો, ને વાત ચાલી હતી તારા ઈંતેઝાર વિષે. બિચારો દર્દી કશું બોલતો નથી ને છતાં, તબીબો ઝઘડે છે આપસમાં સારવાર વિષે. હજીયે તાજા છે [...]

હમસફર મળે ન મળે

Posted on November 11th, 2008 by gujaratikavita  |  No Comments »

વળાવવા આવ્યા છે એ ચ્હેરા ફરશે આંખોમાં ભલે સફરમાં કોઈ હમસફર મળે ન મળે – આદિલ મન્સુરી

માણસો

Posted on August 8th, 2008 by gujaratikavita  |  No Comments »

મોટા નગર ના માણસો ચહેરા વગરના માણસો હેતુ વગરની ભીડમાં કારણ વગર ના માણાસો જાણે ન ઓળખતા મને મારા જ ઘરના માણસો અખબાર આખુ વાચતા વાસી ખબર ના માણસો રણ-રેત માં ડુબી ગયા પાણીવગર ના માણસો પાકી સડકની શોધ મા કાચી કબરના માણસો – આદિલ

આપનું મુખ જોઇ મનમાં થાય છે

Posted on August 8th, 2008 by gujaratikavita  |  No Comments »

આપનું મુખ જોઇ મનમાં થાય છે, ચાંદ પર લોકો અમસ્તા જાય છે. જાગવાનું મન ઘણુંયે થાય છે. આંખ ખોલું છું તો સપનાં જાય છે. આંસુઓમાં થઇ ગયો તરબોળ હું, આપનું દિલ તોય ક્યાં ભીંજાય છે? આપ શું સમજો હૃદયની વાતમાં, આપને ક્યાં દર્દ જેવું થાય છે? લાખ કાંટાઓ મથે સંતાડવા તે છતાંયે ફૂલ ક્યાં સંતાય [...]

માનવના થઈ શક્યો તો એ ઈશ્વર બની ગયો

Posted on June 13th, 2008 by gujaratikavita  |  No Comments »

માનવના થઈ શક્યો તો એ ઈશ્વર બની ગયો જે કાંઈ બની ગયો એ બરાબર બની ગયો. માનવના થઈ શક્યો તો… એ મુજને રડતો જોઇને ખુદ પણ રડી પડ્યા મારો જ પ્રશ્ન એમનો ઉતર બની ગયો. માનવના થઈ શક્યો તો…. વર્ષો પછી મળ્યા તો નયન ભીના થઈ ગયા સુખનો પ્રસંગ શોકનો અવસર બની ગયો. માનવના થઈ [...]

વધારો કરી ગયા

Posted on June 5th, 2008 by gujaratikavita  |  5 Comments »

ફૂલો બની ભલેને અમે તો ખરી ગયા, ખુશ્બૂથી કિંતુ આપનો પાલવ ભરી ગયા. પ્રેમાગમાં બળીને પતંગા ઠરી ગયા, કિંતુ શમાનું નામ તો રોશન કરી ગયા. નૌકા હતી છતાંય હું ડૂબી ગયો ખુદા! તરણું લઇને લોક તો સાગર તરી ગયા. પથ્થર બની હું જોતો રહ્યો કાળની ગતિ, વર્ષો જીવનનાં પાણી બનીને સરી ગયા. જેઓની પાસે મારાં [...]

જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે

Posted on May 22nd, 2008 by gujaratikavita  |  1 Comment »

જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે, ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઈ હશે. પહેલા પવનમાં ક્યારે હતી આટલી મહેક, રસ્તામાં તારી સાથે મુલાકાત થઈ હશે. ઘૂંઘટ ખુલ્યો હશે ને ઊઘડી હશે સવાર, ઝુલ્ફો ઢળી હશે ને પછી રાત થઈ હશે. ઊતરી ગયા છે ફૂલના ચહેરા વસંતમાં, તારા જ રૂપરંગ વિષે વાત થઈ હશે. ‘આદિલ’ને તે જ [...]

કેમ પડતું નથી

Posted on May 12th, 2008 by gujaratikavita  |  2 Comments »

કેમ   પડતું  નથી  બદન  હેઠું, ક્યાં સુધી જીવવાનું દુ:ખ વેઠું. દેહમાંથી માંડ બ્હાર આવ્યો ત્યાં, અન્ય   બીજું  કોઈ  જઈ   પેઠું. અગ્નિજ્વાળા શમી ગઈ અંતે, કોણ  આ  રાખથી  થતું  બેઠું. કોને મોઢું બતાવીએ આદિલ, માટીનું   ઠીકરું   અને   એઠું. – આદિલ મન્સૂરી