Posts Tagged ‘aadil mansuri’

ગઝલ

Posted on September 20th, 2011 by admin  |  5 Comments »

કહું છું ક્યાં કે આઘેરા કોઈ રસ્તા સુધી આવો ઉઘાડો બારણું ને આંગણે તડકા સુધી આવો જમાનો એને મૂર્છા કે મરણ માને ભલે માને હું બન્ને આંખ મીંચી દઉં તમે સપના સુધી આવો તમારા નામના સાગરમાં ડૂબી તળિયે જઈ બેઠો હું પરપોટો બની ઊપસું તમે કાંઠા સુધી આવો જરૂરી લાગશે તો તે પછી ચર્ચાય માંડીશું [...]

આપનું મુખ જોઇ મનમાં થાય છે

Posted on April 5th, 2010 by admin  |  4 Comments »

આપનું મુખ જોઇ મનમાં થાય છે, ચાંદ પર લોકો અમસ્તા જાય છે. જાગવાનું મન ઘણુંયે થાય છે. આંખ ખોલું છું તો સપનાં જાય છે. આંસુઓમાં થઇ ગયો તરબોળ હું, આપનું દિલ તોય ક્યાં ભીંજાય છે? આપ શું સમજો હૃદયની વાતમાં, આપને ક્યાં દર્દ જેવું થાય છે? લાખ કાંટાઓ મથે સંતાડવા તે છતાંયે ફૂલ ક્યાં સંતાય [...]

કેમ પડતું નથી બદન હેઠું

Posted on December 29th, 2009 by gujaratikavita  |  2 Comments »

કેમ પડતું નથી બદન હેઠું, ક્યાં સુધી જીવવાનું દુ:ખ વેઠું. દેહમાંથી માંડ બ્હાર આવ્યો ત્યાં, અન્ય બીજું કોઈ જઈ પેઠું. અગ્નિજ્વાળા શમી ગઈ અંતે, કોણ આ રાખથી થતું બેઠું. કોને મોઢું બતાવીએ આદિલ, માટીનું ઠીકરું અને એઠું. – આદિલ મન્સૂરી

આજ

Posted on July 24th, 2009 by admin  |  No Comments »

આજ મૌનનું બંધ શિવાલય ખૂલ્યું, અંધકારનો સર્પ સરકતો શંકરની ગરદનમાં, નંદી હમણાં ખરી પછાડી; પુચ્છ ઉછાળી ધસી આવશે, કરોળિયાનાં જાળાઓમાં શિંગ ભરાતાં ખચકાશે; અટવાશે, ત્યારે દેહ ઉપરથી ભસ્મ ઉડીને પંથ ચીંધશે, ઘંટારવની સૌરભ પ્રસરે કુંજે કુંજે, આજ સકલ બ્રહ્માંડ શબ્દનું ઝૂલ્યું, ખૂલ્યું ખૂલ્યું આજ મૌનનું બંધ શિવાલય ખૂલ્યું. -આદિલ મન્સૂરી

સંબંધોય કારણ વગર હોય જાણે

Posted on July 18th, 2009 by admin  |  1 Comment »

સંબંધોય કારણ વગર હોય જાણે, આ માણસ બીજાઓથી પર હોય જાણે. ઉદાસી લઇને ફરે એમ પાગલ, રહસ્યોની એને ખબર હોય જાણે. મકાનોમાં લોકો પુરાઇ ગયા છે, કે માણસને માણસનો ડર હોય જાણે. હવે એમ વેરાન ફાવી ગયું છે, ખરેખર આ મારું જ ઘર હોય જાણે. પવન શુષ્ક પર્ણો હઠાવી જુએ છે, વસંતોની અહીંયા કબર હોય [...]

તમે જો નીકળો રણથી તો ઝાકળની નદી મળશે

Posted on June 29th, 2009 by admin  |  No Comments »

તમે જો નીકળો રણથી તો ઝાકળની નદી મળશે બધી સદીઓ ઉલેચાશે પછી પળની નદી મળશે તિમિરની ભેખડો ચારે તરફથી જ્યાં ધસી આવે તમે જો હાથ લંબાવો તો ઝળહળની નદી મળશે સતત તરસે સૂકાઈને બધું નિષ્પ્રાણ થઈ જાશે નિરાશાના અતલ ઊંડાણે વાદળની નદી મળશે પ્રપંચોના બધા શઢ ને હલેસાં કામ નહીં આવે મરણના રૂપમાં જ્યારે મહાછળની [...]

થાકી જશો શરીરેની સાથે ફરી ફરી

Posted on April 29th, 2009 by admin  |  1 Comment »

થાકી જશો શરીરેની સાથે ફરી ફરી હોવાપણાનો ભાર નહીં જીરવી શકો મિત્રો ને શત્રુઓથી બચી નીકળો પછી પડછાયાનો પ્રહાર નહીં જીરવી શકો મૃત્યુનો ઘા કદાચ તમે જાવ જીરવી જીવનનો બેઠ્ઠો માર નહીં જીરવી શકો મૂકીએ ગઝલના ચોકે બનાવીને બાવલું માથે સતત હગાર નહીં જીરવી શકો – ‘આદિલ’ મન્સૂરી

તો હું શું કરું?

Posted on February 13th, 2009 by gujaratikavita  |  9 Comments »

દિલ ન લાગે કિનારે, તો હું શું કરું? દૂર ઝંઝા પુકારે, તો હું શું કરું? હું કદી ના ગણું તુજને પથ્થર સમો, તું જ એ રૂપ ધારે, તો હું શું કરું? હો વમળમાં તો મનને મનાવી લઉં, નાવ ડૂબે કિનારે, તો હું શું કરું? આંસુઓ ખૂબ મોંઘા છે માન્યું છતાં કોઈ પાલવ પ્રસારે, તો હું [...]

તિમિર પથરાય છે તો રોશનીનું મૌન બોલે છે

Posted on February 10th, 2009 by gujaratikavita  |  3 Comments »

તિમિર પથરાય છે તો રોશનીનું મૌન બોલે છે, મરણ આવે છે ત્યારે જિંદગીનું મૌન બોલે છે. મિલનની એ ક્ષણોને વર્ણવી શકતો નથી જ્યારે શરમભારે ઢળેલી આંખડીનું મૌન બોલે છે. વસંતો કાન દઇને સાંભળે છે ધ્યાનથી એને, સવારે બાગમાં જ્યારે કળીનું મૌન બોલે છે. ગરજતાં વાદળોન ગર્વને ઓગાળી નાખે છે, ગગનમાં જે ઘડીએ વીજળીનું મૌન બોલે [...]

મૃત્યુના મૃગજળની માયા વિસ્તરી રજકણ સુધી

Posted on November 28th, 2008 by gujaratikavita  |  No Comments »

મૃત્યુના મૃગજળની માયા વિસ્તરી રજકણ સુધી, સેંકડો જન્મોની છાયા જિંદગીના રણ સુધી. વાત વિસ્તરતી ગઈ કારણની સીમાઓની બ્હાર, બુધ્ધિ તો અટકી ગઈ પહોંચીને બસ કારણ સુધી. બ્હાર ઘટનાઓના સૂરજની ધજા ફરકે અને, સ્વપ્નના જંગલનું અંધારું રહે પાંપણ સુધી. નિત્ય પલટાતા સમયમાં અન્યની તો વાત શી, મારો ચ્હેરો સાથ ના આપે મને દર્પણ સુધી. કાંકરી પૃથ્વીની [...]