મ્રુત્યુ-વિરહ

July 16th, 2011Posted by admin

ઘણાં વખતથી મળ્યું નથી,
મૌત મારુ કેવું હશે…

ઘડીક નીરાંતે સુતુ હશે,
કે જીવતર મારુ લેવું હશે…

અંધારા મા છુપું હશે,
કે છડેચોક આવતું હશે…

કરતું કોઇનું કતલ હશે,
કે શ્વાસ મારા ગણતું હશે…

-”શબ્દ્શ્યામ”-આશિષ ઠાકર ક્રુત

કવીતા ચિત્રણ

July 16th, 2011Posted by admin

મેઘ વરસે અનરાધાર,
કવીતા લખાય અનાયાસ…

થોડી ઇચ્છા અને પ્રયાસ,
શબ્દો નો રેલાય ઉજાસ…

જેટ્લું નિર્મળ ચીત્તાકાશ,
તેટલી તેમા વધુ મીઠાશ…

તેમાં કુંવારિકાશી નમણાશ,
ચંદનની તેમા સુવાસ…

ક્યારેક મેલો-ઘેલો ભાસ,
ક્યારેક જાણેકે કૈલાશ…

હૈયા ને કરાવતી હાશ,
ઘડીક્મા ભડકાવતી પ્યાસ…

-”શબ્દ્શ્યામ”-આશિષ ઠાકર ક્રુત

મેઘવર્ણનમ્

July 16th, 2011Posted by admin

મેઘ સ્મરામિ,
ઇન્દ્રમ્ નમામી…

શાતા દદાતી…
શલીલં પ્રપાતી…

વર્ષીતમ્ વારિ,
હર્ષીતમ્ નર-નારી…

સ્વાગતમ્ અપી,
મેઘ સવારી…

-”શબ્દ્શ્યામ”-આશિષ ઠાકર ક્રુત

નથી હોતી

July 16th, 2011Posted by admin

સમાન ભાવે વિનાશ કરે છે,
જળ ને કોઇ રાશી નથી હોતી…

વર્ષો સુધી અસર કરે છે,
દુવા કદી વાસી નથી હોતી…

છુટ્ટા હાથે દાન કરે છે,
ફકીરને કદી ઐયાશી નથી હોતી…

સદાય જે હસ્યા કરે છે,
તે આંખો નીરની પ્યાસી નથી હોતી…

જેના આંગણે રોજ મરણ છે,
તે સ્મશાન ને કદી ઉદાસી નથી હોતી…

-”શબ્દ્શ્યામ”-આશિષ ઠાકર ક્રુત

આજે મહેફીલો

July 16th, 2011Posted by admin

આજે મહેફીલો માં અહં અને ઈર્ષા ની ભાગીદારી ઉજવાય છે,
અને સ્વાર્થ સાથે ની દોસ્તી ને સાચી કહેવાય છે…

આજે હરતા ફરતા લોકો ની પાછળ દંભ ના પડછાયા છે,
અને દેખાદેખી માં ઘણા સંબધ સચવાયા છે…….

મેહુલ જાની…….
0044 7800649570 UK janimehul19@hotmail.co.uk

આ ક્યાં ધંધે વળગ્યો?

June 3rd, 2011Posted by admin

સીધો સરળ રસાયણ ઇજનેર
આ ક્યાં ધંધે વળગ્યો?

શબ્દોની સાંકળ રચવામાં,સમયનાં મુલ્યને વિસર્યો
આ ક્યાં ધંધે વળગ્યો?

તુક્કબંધીનાં તાર બેસાડવામાં,ધ્યાન-ધર્મ ને ભુલ્યો
આ ક્યાં ધંધે વળગ્યો?

નિશ્બ્દની સીડીથી ઉતરી,શબ્દાગ્નિમાં સળગ્યો
આ ક્યાં ધંધે વળગ્યો?

અજોડની ઉપેક્ષા કરી,જોડકણા જોડવામાં લપટાયો
આ ક્યાં ધંધે વળગ્યો?

મનના તરંગો ક્ષણભંગુર વાલા,થોડો હોંશમા રે ‘લાલા’
આ ક્યાં ધંધે વળગ્યો?

કલ્પનાનો વેગ વધારતો, પાછો પોતાને કવિ કહેરાવતો
ધમા, આ ક્યાં ધંધે વળગ્યો?

- ધર્મેશ હિરપરા

દીકરો મારો!!!

May 17th, 2011Posted by admin

દીકરો છે મારો ફેશનેબલ ,
પછી ભલેને બાપા છે એના પેન્શનેબળ,
માંગે તે તો મોબાઈલ ને બાઈક,
પછી ભલે ને ના લાવતો રળીને કંઈક,
ફેરવે છે છોકરીઓ ને તેની બાઈક ની પાછળ,
પછી ભલે ને આવી જાય પોતાના જ બાપા બાઈક ની આગળ,
કરે છે અનેક કોલ ને મિસકોલ,
પછી ભલે ને મારી જાય કોઈ મિસ એને ધોલ,
પીવે છે સિગારેટ ને ચાવે છે મસાલા,
પછી ભલે ને નીકળી જાય ઘરના દેવાળા,
વાપરે એ તો પાણી ની જેમ નાણાં,
પછી ભલે ને આવી જાય રિજલ્ટ માં બે શૂન્ય ના પણા,
મિત્રો આગળ મારે એ મોટી મોટી વાતો ના તડકા,
પછી ભલે ને થઇ જાય એની ઝીંદગી માં મોટા મોટા ભડાકા,
આમ તો છે આ દીકરો મારો,
તો શું અભિપ્રાય છે એના વિષે તમારો ?????

- Trushti Raval

અલકમલક

May 10th, 2011Posted by admin

કહેવાનું તો ઘણું હતું,
પણ કહી ના શક્યા કંઇ જ.

મનના અરમાન મનમાં જ રહ્યાં,
કરી ન શક્યાં કંઇ જ.

જોયું, જાણ્યું ને પીછાણ્યું,
એ વાતને હવે જવા દો,

કોઇ અલકમલકની વાતો.
આપણામાં મહેકવા દો,

દુનિયાની વાતો દુનિયામાં રહે
એ જ વધુ સારું છે,

આપણી વચ્ચે સારું છે,
આપણી વચ્ચે પ્રીત રહે,
એથી વિશેષ શું મારું છે?

રાત-દિવસ તમારી રહી,
સાંજ અમારી રહેવા દો,

બસ! રજા લઉં છું અહીં,
યાદ અમારી રહેવા દો,

-વિભા લેલે

મિલનની તડપ

May 10th, 2011Posted by admin

દરરોજ અડધા કલાકની,
વાતમાં દોસ્તી વધી ગઇ,

દોસ્ત તારી યાદમાં હવે તો,
લાગે કે રાત પણ વધી ગઇ.

હવે તો નાની ખુશી પણ લાગે છે મોટી,
આ પ્રેમ છે કે મારી આશ વધી ગઇ.

જ્યારે સમય આવ્યો છૂટા પડવાનો ત્યારે,
ભાન થઇ કે દોસ્તીની હદ વધી ગઇ.

ત્રણ-ત્રણ મહિનાની જુદાઇથી,
તારા મિલનની તડપ વધી ગઇ.

બદલાઇ છે દોસ્તી પ્રેમમાં?
કે પછી દોસ્તીની વ્યાખ્યા વધી ગઇ.

લાગે છે ‘કાનુડા’ હવે તો,
તારી અહેમિયત ખુદાથી પણ વધી ગઇ.

-જહાનવી પટેલ

અકબંધ છે

May 9th, 2011Posted by admin

પ્રશ્નો અનેક આવે છે,જ્યારે મનના દ્વાર ખૂલે છે.
પ્રકાશ સૂર્યનો હજીય અકબંધ છે,
પણ શું ઉગ્રતા એની એ જ છે?

ચાંદની ચંદ્રમાની હજીય અકબંધ છે,
પણ શું શીતળતા એની એ જ છે?

હરિયાળી ધરાની હજીય અકબંધ છે,
પણ શું સૌમ્યતા એની એ જ છે?

રૂદન શિશુનું હજીય અકબંધ છે,
પણ શું નિર્દોષતા એની એ જ છે?

જોઉં છું ખુશહાલી, ક્યાંક હજીય અકબંધ છે,
પણ ક્યાંક તો દરિદ્રતા એની એ જ છે.

ઓળખ માનવ તરીકે હજીય અકબંધ છે,
પણ શું માનવતા મારી એની એ જ છે?

આવતા અનેક વિચારો હજીય અકબંધ છે,
પણ પ્રશ્નો તો વણઉકલ્યા એના એ જ છે.

-જેમિશ બુટવાલા