Archive for the ‘Uncategorized’ Category

વિસ્મય ભરેલી આંખ નુ દર્શન

Posted on January 3rd, 2011 by gujaratikavita  |  3 Comments »

ભુખ્યા ને ભગાડતા ને ફાંદાંળા ને ફાસરા ફુલડા ને તોડતા ને પથ્થર ને ચડાવતા ઝુંપડા ને ઉજાડતા ને મંદિર ને ઉઠાવતા ખિજડા ને કાપતા ને ભુત ને ભગાડતા અજગર ને પાળતા ને ગાય ને આરોગતા જીવતા ને આલોચતા ને મરતા ને વખાણતા આકાશ મા ઉડતા ને ધરતી પર થુંકતા નેતા પાસે નમતા ને ફકીર ને [...]

વસ્ત્રો …!!!

Posted on January 3rd, 2011 by admin  |  No Comments »

મુક્કદર ના નવગ્રુહ ની લપેટ માં લપેટાય છે વસ્ત્રો… કોઇ શીતળ છાંય માં તો કોઈ ધોમધખતા તાપે શેકાય છે વસ્ત્રો… શોક કે આંનંદ તો એમને પણ સ્પર્શે છે… કોઈ શ્વેત તો કોઈ રંગબેરંગી રંગોથી રંગાય છે વસ્ત્રો… અમીરી કે ગરીબી માનવો સુધી સિમીત નથી… જરકશી જામા કે થીગડા માં પલટાય છે વસ્ત્રો… દાદા ની ભાતીગળ [...]

ચાલ સમય ને પાછળ મૂકી વહી જઈએ રે સામા

Posted on December 16th, 2010 by gujaratikavita  |  No Comments »

ચાલ સમય ને પાછળ મૂકી વહી જઈએ રે સામા એક બીજા ને પાછળ રાખી ના થઈએ સામસામાં. દર્પણ છે તો અદલાબદલી ચહેરા ની થવાની , હોય સંબંધ જો એક બીજા માં તિરાડ પણ પડવાની . ચાલ બની ને રહીએ આપણ સાવ નજીક ના સરનામાં એક બીજા ને પાછળ …………………….. હાલક ડોલક થાય ના તૂટે એમ [...]

કેટલું ભૂલું ?

Posted on October 7th, 2010 by admin  |  No Comments »

ભૂલ્યો ટાણું, ભૂલ્યો અવસર, ભૂલ્યો છું કેટલું મળતર, ભૂલ્યો હું માન ને મનવર, બીજું હું કેટલું ભૂલું ? ભૂલ્યો છું હાથ ને રેખા, ભૂલ્યો કિસ્મત અને લેખાં, ભૂલ્યો હું જાતને અકસર, બીજું હું કેટલું ભૂલું ? ભૂલ્યો જખમો અને ઓસડ, ભૂલ્યો પીડા અને દડ દડ, ભૂલ્યો હું કાળજે નસ્તર, બીજું હું કેટલું ભૂલું ? ભૂલ્યો [...]

મારા દેશમાં – ક્રાંતિ

Posted on October 7th, 2010 by admin  |  1 Comment »

જે લોકો પોતાની ભૂખ બીજાના નામે ભાંગે એવા જ લોકો બીજાના સપના સળગાવી પોતાની ઠંડી ઉડાડતા હોય છે ને ઠંડી વધતા જાનવરની ખાલને બદલે માનવીની ખાલ ઓઢતા હોય છે આવા જ લોકો મારા દેશમાં ખુરશી પર બેસતા હોય છે. (હિન્દી કવિતા, અનુવાદ : વંદના શાંતુઈન્દુ, વડોદરા. સંપર્ક : +91 9428301427.)

જમાનો બહુ બદલાય ગયો છે શ્યામ

Posted on August 10th, 2010 by gujaratikavita  |  8 Comments »

જમાનો બહુ બદલાય ગયો છે શ્યામ. ફરી બર્થ લેવા બહુ જોઈશે હામ જમાનો બહુ બદલાય ગયો છે શ્યામ……. હવે દેવકીજી એટલે સરોગેટ મધર અને સ્પર્મ બેંકના રજીસ્ટરમાં શોધવું પડે ફાધરનું નામ. જમાનો બહુ બદલાય ગયો છે શ્યામ……. ઈન્ટરનેટ અને મોબાઈલ પર જ મળે છે રાધાજી, બરસાના હવે વિસ્તારીને બન્યું છે ગ્લોબલયુ ગામ, જમાનો બહુ બદલાય [...]

ભાવ-અભાવ

Posted on July 13th, 2010 by admin  |  6 Comments »

સુખ નો પણ એક ભાર હોય છે, દુખ પણ ક્યારેક એક આધાર હોય છે. લિલ્લિછ્મ્મ લાગણી ઓ તો પલવાર હોય છે, લાગણીઓ નો દિલમા દુકાળ પારાવાર હોય છે. કડકતી વીજળી નો ઉજાસ ક્ષણવાર હોય છે, વારસાદ મા લાગતા દાગ અપરંપાર હોય છે. સંમ્બન્ધો મા શબ્દો પર મદાર હોય છે, શબ્દોની પણ કાતિલ એક ધાર હોય [...]

હો જી

Posted on May 6th, 2010 by gujaratikavita  |  1 Comment »

ક્યાં આરો ઓવારો હો જી ઉતારશું ક્યાં ભારો હો જી થોડી ઠોકર થોડાં ફૂલો સપનાનો અણસારો હો જી પહોંચી જાશો સામે પાળે સ્હેજ તમે જો ધારો હો જી આમ સાચવીને શું કરશું? જળ જેવો જન્મારો હો જી એ કેડીથી ગુમ થવાનું વારા ફરતી વારો હો જી -અઝીઝ ટંકારવી

તમે ગાન છેડ્યાં, ન સમજ્યો બરાબર

Posted on March 26th, 2010 by gujaratikavita  |  No Comments »

તમે ગાન છેડ્યાં, ન સમજ્યો બરાબર ! ઘણી પ્રીત વરસ્યાં, ન પલળ્યો બરાબર ! તુફાનો જગાવ્યાં બની ચંદ્ર આપે, હતો છીછરો હું ન છલક્યો બરાબર ! ઘનશ્યામ ! તેં ગર્જના ખૂબ કીધી, બની મોરલો હું ન ગળક્યો બરાબર ! મિલાવ્યા કર્યા તાર, ઉસ્તાદ, તેં તો, બસૂરો રહ્યો હું ન રણક્યો બરાબર ! અજાણ્યો અને અંધ [...]