તઝ્મીન – વફા
હવે તો આંખ પણ છે ગઈ રહી શાયદ જલન માટે. બધા દરિયા હવે ખાંગા અહીઁ અગ્નિ શમન માટે. તમે વિઘ્નો તો ન નાંખો અમારા આ મિલન માટે મને ઓ પ્રેમ ! પાંખો આપ સત્વર ઉડ્ડયન માટે. અહીઁ દિલની ધરા તૈયાર બેઠી છે ગગન માટે. – મોહમ્મદ અલી ભૈડુ’વફા’
હવે તો આંખ પણ છે ગઈ રહી શાયદ જલન માટે. બધા દરિયા હવે ખાંગા અહીઁ અગ્નિ શમન માટે. તમે વિઘ્નો તો ન નાંખો અમારા આ મિલન માટે મને ઓ પ્રેમ ! પાંખો આપ સત્વર ઉડ્ડયન માટે. અહીઁ દિલની ધરા તૈયાર બેઠી છે ગગન માટે. – મોહમ્મદ અલી ભૈડુ’વફા’
જીવન અને મરણ જાણે ઍક સિક્કા ની બે બાજુ’ઑ દુનિયા મા રહેલો આ માનવી ઍને સમજવામા ને સમજવામા તેની માયાજાળ મા ઍટલો ઉલઝી જાય છે કે માનવી સારા કર્મ કરવાનુ ભૂલી જાય છે અને જ્યારે ઍને ખબર પડે છે ત્યારે ઘણુ મોડુ થઈ ગયુ હોય છે, અને કાળ મૌત બની નૅ તેને ભરખવા માટે ઍનિ [...]
હરિ વસે છે હરિના જનમાં, શું કરશો જઈ વનમાં… ટેક ભેખ ધરીને તમે શીદ ભટકો છો, પ્રભુ નથી વન કે અરણ્યમાં; કાશીએ જાઓ ભલે ગંગામાં ન્હાવો, પ્રભુ નથી પાણી કે પવનમાં… હરિ.. જોગ કરો ભલે જગન કરાવો, પ્રભુ નથી વ્યોમ કે હવનમાં; બાઈ મીરાં કહે પ્રભુ ગિરિધરનાગર, હરિ વસે છે હરિના જનમાં… હરિ.. મીરાંબાઈ
આજે ૨૫ ડિસેમ્બર એટલે નાતાલ, વાચક મિત્રો ને “મેરી ક્રિસમસ” આવી નાતાલ રૂડી આવી નાતાલ બાળકોને ગમતી, આવી નાતાલ. આ તો દિવાળી ખ્રિસ્તી લોકોની, ચાલો ઉજવીએ કરી મિજબાની. સાન્તાક્લોઝ દાદા હરખાતા આવશે, બાલુડાને માટૅ રમકડાં લાવશે. ઈશુ ભગવાનને વંદન કરીએ, પ્રેમદયાનો સંદેશો ઝીલીએ. નવું વરસ મુબારક સહુને, મંગલ કામના એવી કરીએ – Special Christmas poem [...]
લખી લેજો હથેળી મા નામ મારું, સ્નેહ ના દેશ મા છે ધામ મારું, કોક દિવસ જો તરસ લાગે તમને, તો હથેળી થી પાણી પીતાં યાદ આવશે નામ મારું. – unknown
હે પ્રભો ! વિપત્તિમાં મારી રક્ષા કરો, એ મારી પ્રાર્થના નથી, પણ વિપત્તિમાં હું ભય ન પામું, એ મારી પ્રાર્થના છે. દુ:ખ ને સંતાપથી ચિત્ત વ્યથિત થઇ જાય ત્યારે મને સાંત્વના ન આપો તો ભલે, પણ દુ:ખ પર હું વિજય મેળવી શકું એવું કરજો. મને સહાય ન આવી મળે તો કાંઇ નહિ, પણ મારું બળ [...]
નીડની ભીડથી તૂટી ડાળી, કૈંક અફવા આમેય સૂણી છે. …નાદાન તોય રહ્યું આ જીવતર કોરું, વરસી વરસી વાદળ ખૂટમાં. ….દિલેર બાબુ ઠીક ક્યાં છે આ આંખની મોસમ, એક ધારો પ્રપાત થઇ ગઇ છે. …. અનિલ પંથ પ્રપંચ પ્રતિભાવોથી પર, પ્રેમ રસનો તલબગાર છે તાજ. … વિજય આશર નરક સ્વર્ગ જેવી જગા પણ હશે, સજા પણ [...]
દિવાળી અને નૂતન વર્ષના હાર્દિક અભિનંદન
થોડીક શીકાયત કરવી’તી, થોડાક ખુલાસા કરવા’તા, એ મોત જરા રોકાઈ જતે, મારે પણ બે ચાર કામ હતા, જીવનની સમી સાંજે ઝખ્મોની યાદી જોવી’તી, બહુ ઓછા પાના જોઈ શક્યો, બહુ અંગત અંગત નામ હતા…. ——————————— કોઇવાર કોઇની પ્રીત પણ તકલીફ આપે છે. આંખોને ગમે તે રીત પણ તકલીફ આપે છે. હમેંશા હારથી નથી હારી જતો માણસ, [...]
પ્રણયના પાઠ હું ભૂલ્યો છું જ્યાંથી ચહું છું પુનઃ કરી લઉં યાદ ત્યાંથી છતાં મારા જીવનનું આજ ‘આસિમ’ વરસ બાવીસમું તે લાવું ક્યાંથી ? – આસિમ રાંદેરી હજી આંખમાં જાણે ફરકે છે કોઇ હજી મીઠું શરમાઇ મરકે છે કોઇ વિખૂટાં પડ્યાં તોયે લાગે છે ‘ઘાયલ’ હજી પણ રગેરગમાં સરકે છે કોઇ નિહાળી નેત્ર કોઇના એ [...]