એકરાર
સહી-સિક્કા વગરનો, વણલખ્યો કરાર, એ-એકરાર. કરાર છીનવી, કરે બેકરાર, એ-એકરાર. દરાર પૂરે દિલની, એ-એકરાર. આકાર-નિરાકાર, મિલન, એ-એકરાર. -વિભાકર ધોળકિયા
સહી-સિક્કા વગરનો, વણલખ્યો કરાર, એ-એકરાર. કરાર છીનવી, કરે બેકરાર, એ-એકરાર. દરાર પૂરે દિલની, એ-એકરાર. આકાર-નિરાકાર, મિલન, એ-એકરાર. -વિભાકર ધોળકિયા
ઓ ઇશ્વર, તારી કેવી કમાલ, દસ પીંછીમાં સમગ્ર સૃષ્ટિની ભાત. એક પીંછીમાં શીતળતાનો અનુભવ, બીજી પીંછીમાં ગરમીની પહેચાન. ત્રીજી પીંછીમાં વરસાદની હેલી, ચોથી પીંછીમાં સપ્તરંગી ભાત. પાંચમી પીંછીમાં હરિયાળીનું સામ્રાજ્ય, છઢ્ઢી પીંછીમાં ફૂલોનો મહેકાટ. સાતમી પીંછીમાં પક્ષીનો ક્લબલાટ, આઠમી પીંછીમાં નદીઓનો ઘેઘારવ. નવમી પીંછીમાં ગીરિઓની હાર, દસમી પીંછીમાં સમગ્ર પ્રકૃતિ દ્રશ્ય. -મેધા સોલંકી
માતા-પિતાની છત્રછાયા છોડી, સુખ-દુ:ખને સથવારે દીકરી ચાલી સાસરે. કુટુંબીઓની હુંફાળી લાગણી છોડી, સાસરાની સંસારરૂપી વાટ પકડવા, હસતી-રમતી, નાચતી-કૂદતી, પારકાંને પોતાનાં કરવા… દીકરી… વીરા, બહેનોના હાથ છોડી, ભરથારનો હાથ પકડવા, નાનપણની સહેલીનો અધવચ્ચે સાથ છોડી, સાસરારૂપી કુટુંબીઓનો સાથ બાંધવા… દીકરી… પોતાના સમાજને અલવિદા કરી, બીજા સમાજમાં પોતાપણું પામવા, છેલ્લે માતૃહૃદય, પિતૃહૃદય સુના કરી લાડલી, દુલારી સાસુ-સસરાનો [...]
છલકી રહ્યો સ્વાર્થ આજની દુનિયાદારીમાં, મન મારું આજ રાચી રહ્યું કોઈના સ્વાર્પણમાં કોઈ સંગત ભૂલાવે આજ સર્વસ્વને જાણે, સ્વને વિસરાવું સહજ આજ કોઈના સંગમાં ખબર મને એની એટલી કે કદરની નહિ આશ છતાં સમર્પણ વહી રહ્યું આ એના નિસ્વાર્થમાં ભાવ આપનો નિસ્વાર્થ નથી એનો કોઈ માપ લાગે છે, છોડી દઊં સંબંધો માત્ર જે સ્વાર્થના ઝંખના [...]
પતંગ ઉડ્યો પ્રેમનો, જુઓ દિલના આકાશમાં લાગણીઓનાં ઠુમકા મારી, ઉપર ચડાવેલો રાખજો સ્નેહ દોરીની ઢીલ મુકી, મુક્ત રીતે લહેરાવજો વિશ્વ્વાસની કિન્નાથી તમે મજબૂત એને બાંધજો સંજોગ-પવનની દિશા મુજબ, ફરતો એને રાખજો, ફાટે કરે ક્યાંક તો, હેતની પટ્ટી લગાવજો સુંદર-સપનાનાં રંગો ભરી, મુક્ત ગગનમાં રાખજો, નજરોનાં તમે પેચ લડાવી, જીવનનો આનંદ માણજો અહંનો ઢઢ્ઢો વાળી એને [...]
એક વીજળી થઈ, એક મેઘગર્જના થઈ, ને બે માનવ-આકૃતિ જાણે એક થઈ, હૈયામાં તુફાન, ધસમસતા પૂર સમાન ને દિલની ધડકન વઘું તેજ થઈ અમોને રાત આખી રહી જવાના અરમાન જ્યાં જાગ્યા ને ત્યાં જ અચાનક સહર થઈ સ્વપ્નની રંગીન દુનિયા હકીકત ભયાનક જોઈ વેરાન થઈ નાદાન ‘ક્રિષ્ના’ની મોતનું કારણ પ્રિયતમાની લગ્ન કંકોત્રી થઈ. -‘ક્રિષ્ના’ કિશન [...]
મળે જો શબ્દ તો કહું તને બસ કાનમાં ન ગમ્યું કોઈ ઘર રાખ મને તારા મકાનમાં ઝંખના હોય જેને દિવસ-રાત પામવાની પાસ આવીને ઘણીવાર ન સમાય નઝરમાં પાસ-પાસે હોઈએ ને ઝુકીએ ઘણા એવી કોઈ કમી તો હોય છે પ્રેમમાં બઘું ભૂલી જવાનું તય હતું આપણે તુંય ક્યાં ભૂલી શકીશ ને હુંય કેમ ભૂલી શકીશ એક [...]
સંબંધો બદલાયા અને નજરો બદલાઈ ગઈ કોઈને હૃદયની વાત કહેતા જિંદગી બદલાઈ ગઈ જુઠી લાગણીઓ સાચી થઈ અને સાચી લાગણીઓને એની આદત થઈ ગઈ મુક્ત હૃદય ઉડ્યું અને શબ્દો સર્જાયા હૃદયની વાત શબ્દોથી કહેવાની લાગણી થઈ ગઈ કેવી અદ્ભૂત ઘટના છે કોઈની સાથેનો અનુબંધ ‘શાયર’ એમણે ‘અમી’ નજર શું કરી એના માટે ગઝલ રચાઈ ગઈ. [...]
આમ અચાનક જતા રહેશો કોને ખબર? ભીંજાઈને પાછા સુકાશો કોને ખબર? અમે તો બેઠા વિશ્વ્વાસના વ્હાણમાં દોસ્ત! અર્ધ વચ્ચે ડુબાડશો કોને ખબર! રણની મઘ્યે ભીનાશ જોઈ હતી અમે, પહોંચાડી મધદરિયે પ્યાસા રાખશો કોને ખબર? વિકટ સમયે ઢાલ પણ બન્યા, આઘાત પણ રહીને પાસ વર્તાશો દૂર કોને ખબર? અમને ઊભા કરવા મોભ બન્યા તમે જ તો, [...]
મ્હારા હૃદયના એક-એક ધબકારમાં, ને શ્વ્વાસે-શ્વ્વાસમાં બસ તારો જ એક વાસ છે એક ઈશ! અને બીજો ત્હારો જ આવાસ છે જે દિ’થી તુજને નિહાળ્યા છે, ત્યારથી મનની એક જ આશ તુ જ મારો સહવાસ છે ઊભો રહું છું એકલવાટે, ત્યારે પણ આભાસ થાય છે કે તુજ ચહેરો આસપાસ છે દિન-પ્રતિદિન ‘કપિલ’ તુજને નિહાળે છે, પણ [...]