Archive for the ‘ગઝલો’ Category

અકબંધ છે

Posted on May 9th, 2011 by admin  |  1 Comment »

પ્રશ્નો અનેક આવે છે,જ્યારે મનના દ્વાર ખૂલે છે. પ્રકાશ સૂર્યનો હજીય અકબંધ છે, પણ શું ઉગ્રતા એની એ જ છે? ચાંદની ચંદ્રમાની હજીય અકબંધ છે, પણ શું શીતળતા એની એ જ છે? હરિયાળી ધરાની હજીય અકબંધ છે, પણ શું સૌમ્યતા એની એ જ છે? રૂદન શિશુનું હજીય અકબંધ છે, પણ શું નિર્દોષતા એની એ જ [...]

નયનકક્ષમાં

Posted on May 9th, 2011 by admin  |  No Comments »

વિચારો ન શોધો ન બોલો કશું સતત મૌન રાખો શયનકક્ષમાં હૃદયના અધૂરા બધા ભાવની, થશે પૂર્તતા અધ્યયનકક્ષમાં. ઘૂંટાશો, દબાશો, કણસતાં થશો, થશે મૂંઝવણ, હૂંફ પણ પામશો; મળાશે સહજ ભીતરી ભેજને, સજળ કોઈના બે નયનકક્ષમાં ! ન ઈચ્છા ઉપર કોઈ કાબૂ રહ્યો, રહી તો રહી એક પરતંત્રતા; ન પામી શકું છું ન ત્યાગી શકું, ઊભો છું [...]

ફક્ત તારા માટે…

Posted on May 9th, 2011 by admin  |  6 Comments »

નજરથી નજર મળીને, થઇ ગઇ એક નજર. અંકુર ફૂટ્યા પ્રેમના, ને થયો અહેસાસ દિલમાં. ક્ષણમાં લખાયું તારું નામ,ધબકાર ને શ્વાસમાં. એકરાર થયો ને,ડૂબી નાવ તારા પ્રેમસફરમાં. હવે ‘હું’ હું નથી, ને ‘તું’ તું નથી, બન્યા એક જીવ બે શરીરમાં. તારાથી ‘હું’ ને મારાથી ‘તું’, એ જ છે, આપણા નસીબમાં. પ્રેમના દરિયામાં એવા તો ડૂબ્યા, કે [...]

નથી હોતી…

Posted on May 9th, 2011 by admin  |  5 Comments »

ધન, વૈભવ, દોલતમાં, અમીરી નથી હોતી, દિલના કોઇ ખૂણામાં, ગરીબી નથી હોતી. લોક સમજે છે, જાગીર પોતાની વર્ષોથી, વખત ટાણે વસિયત સાબિત નથી હોતી. મારું મારું કરે જે, એકલો રહી વંચિત, બંધ મુઢ્ઢીમાં કોઇ દિ’ સ્વસ્થતા નથી હોતી. પીડ પરાઇ સમજમાં, વિહરતું રહે આ દિલ, પ્રેમની વલખતી ભીખમાં, ફકીરી નથી હોતી. શરાબ, મટન સબડે, જ્યાં [...]

મળી ગયું

Posted on May 9th, 2011 by admin  |  3 Comments »

મળ્યું એક બિંદુ પાન પર, ને મોતી સમજી ગળી ગઇ. સ્પશ્યું જ્યાં હૃદયમાં ને, ગાઢ સ્મરણમાં સરી ગઇ. મળ્યો સાથ સજ્જનોનો અને, વગર નાવે તરી ગઇ. આશા એક સુંદર જીવનની ને, સારો સાથી મળી ગયો. દુનિયા તો છે સુંદર ને, સુંદરતા પામનાર મળી ગયો. કોણ ગયું કોઇની સાથે, ને જશે કોણ, પણ સાથે જનારું મળી [...]

આવી જજો

Posted on March 17th, 2011 by admin  |  1 Comment »

તમારા વિયોગમાં મારો પ્રાણ જાય, ત્યારે તમે આવી જજો. હું નથી હયાત હવે, એવી વાત માની લેજો. ભલે સ્વજનો મારા દુ:ખી હોય, પણ તમે ખુશીઓ મનાવી લેજો. એક હતો દુશ્મન એ પણ નથી રહ્યો, એવો દિલાસો દિલને આથી દેજો. ભલે લોકો મારી કાર્યોની પ્રશંસા કરે, પણ તમે મારી નિંદા કરી લેજો. અમર છે નામ મારું, [...]

આવવું પડશે…

Posted on March 17th, 2011 by admin  |  No Comments »

ખારો છું છતાં મુજને મળવા આવવું પડશે, મીઠા તુજ જળને ભળવા આવવું પડશે. પીડા આ વધીને થાય હજુ બમણી એવું, ઔષધ આ જખમ પર લગાવવું પડશે. અળવીતરું મન હઠ લઇ બેઠું છે આપનું, સપનામાં બે ઘડી તમારે આજ આવવું પડશે. વધારવી હોય શાખ જો આ મયકદાની, જાતને જામ સાથે આજ બહેકાવવી પડશે. શાશ્વત શાંતિ કેવળ [...]

વિદાય

Posted on February 25th, 2011 by admin  |  1 Comment »

અમારી વિદાય વેળાએ પ્રેમભરી નજર આપજો, દિલમાં થોડોક પ્રેમ અમારા માટે જરૂર રાખજો. ખૂટ્યા નથી હજુ લાગણીના ઝરણાં તમારા દિલમાંથી, કોક દિ’ મારા પર વરસાવવા જરૂર આવજો. રિસાઇ જવું એ સ્વાભાવિક છે પણ, તમારા દિલ પર રાખેલું મારું નામ ‘પ્રેમ’, ઓ ‘પરી’ તમે જિંદગીભર સાચવી રાખજો. -વિજયસિંહ સોલંકી

દિલ ઝંખે છે

Posted on February 25th, 2011 by admin  |  No Comments »

શિલ્પીની કંડારેલી કૃતિ સમી તારી આકૃતિને, અપલક નેત્રે નિરખવા આ દિલ ઝંખે છે. તારા પ્રેમને ગઝલમાં વર્ણવવા, આ દિલ ઝંખે છે. તારી મધુર યાદોની સ્મૃતિઓનું સ્મારક બનાવવા, આ દિલ ઝંખે છે. સ્વપ્નાઓનાં સહિયારા વાવેતરમાં, તારો સાથ આ દિલ ઝંખે છે. હૃદયની વાતોને શબ્દોમાં બયાન કરવા, આ દિલ ઝંખે છે. દર્દ અને વ્યથા ભરેલી આ દુનિયામાં, [...]

તમારું સ્મિત…

Posted on February 25th, 2011 by admin  |  No Comments »

તમારું સ્મિત જોઇ પાગલ બન્યો છું, કિનારો હવે જડતો નથી, મધદરિયે ડૂબ્યો છું, આપનું સ્મિત જ, હૃદયને ધબકતું રાખે છે, બાકી જીવવાનો કોઇ અભરખો હવે રહ્યો નથી. તમારું સ્મિત જોઇ પાગલ બન્યો છું, નથી ખબર રહેતી આ સંસાર તણી જીવવાની, રહી જાઉં છું, દંગ આપનું હૃદયસ્પર્શી સ્મિત જોઇ, ધ્યાન જ્યાં હોય ત્યાંથી, બેધ્યાન થાઉં છું. [...]