Posts Tagged ‘kavita’

ગઝલ

Posted on October 16th, 2012 by admin  |  20 Comments »

સૂર તો નથી પરંતુ સૂરનો ઉઘાડ છું ભાષા ન ઓળખે એ શબ્દનો પ્રકાર છું ચટ્ટાન તોડી માર્ગ કાઢશે જરૂર એ ધીમા છતાં સતત હું બિંદુનો પ્રહાર છું. જૂનો થશે પરંતુ ફાટશે નહીં કદી પહેરી શકો નહીં તમે હું એ લિબાસ છું. શોધ્યા કરું છું કોઈ પોષનારને અહીં આવીને ઓસરી જતો નવો વિચાર છું. કુમકુમ અક્ષતે […]

જીગર જાન-દોસ્ત

Posted on October 16th, 2012 by admin  |  29 Comments »

આંસુ હોય મારી આંખમાં તો એ રડી પડે છે મારી એક ખુશી માટે એ બધાં સાથે લડી પડે છે મંઝિલનાં એક-એક મુકામે જ્યારે પણ એની જરૂર પડે છે સાથ આપવા મારો એ હંમેશા તૈયાર રહે છે ઘણી વાતો આ મન બધાંથી છુપાવે છે. એ એક છે જે મારી આંખોથી બઘું વાંચી લે છે. મારી પસંદ-નાપસંદ […]

કોને ખબર છે?

Posted on September 20th, 2011 by admin  |  44 Comments »

કોને ખબર કોને ક્યાં જવું છે?? દોડે છે બધા પણ મંઝિલ દૂર છે…!! ચાલવું પડે છે માટે ચાલે છે બધા… બાકી કોને ખબર કોને ક્યાં પહોંચવું છે…?? સંગાથ મળેને વાટ પકડી લે છે… કોણ પૂછે એ વાટનો મુકામ ક્યાં છે…?? જુદા-જુદા માર્ગે જુદા-જુદા ધામે પહોંચે છે લોકો… અહીં નીજ-ધામે પહોંચવાનો રસ્તો કોને ખબર છે?? આગળ […]

પ્રેમરત

Posted on August 4th, 2011 by admin  |  22 Comments »

સુરંગ ખોદો કોઇ આકાશ સુધી, મારે તારા તોડી લાવા છે… કેદ કરો કોઇ ચાંદની ને, મારે સપના એના સજાવા છે… જે ના કરમાય કદી પણ, ફુલ એવા ખીલાવા છે… આંગણે આમંત્રો દુનિયા ને કે, મારે ગુણ-ગાન એના ગાવા છે… મુકો મુરત એની મંદીર મા કે, મારે ઇશ્વર ખુદા ભુલાવા છે… – “શબ્દ્શ્યામ” આશિષ ઠાકર ક્રુત […]

એ અને હું

Posted on August 4th, 2011 by admin  |  15 Comments »

મારી કવીતા એજ મારું કથન છે, મારી તો ચાદર જ મારું કફન છે…. લોકો મુજબ મારું ખરાબ ચાલ-ચલન છે, આ બદનામ પણ કોઇકની આંખનું રતન છે… રાહ મારી જોવા એના ક્યાં તરસ્યા નયન છે? જીવનભર એની યાદો નું મે કર્યું જતન છે… એમના આંગણે ખુશીઓ નું ખીલતું ચમન છે, મને તો કરે ભાગ્ય દુર થી […]

આપણે તો ખુશ..

Posted on July 20th, 2011 by admin  |  15 Comments »

આપણુ સુખ… સિગારેટના એક ઠુંઠામાં બે કસ લગાવ્યા કે બસ.. આપણે તો ખુશ.. આપણુ સુખ… ચ્હાના એક પ્યાલામાં બે ઘુંટ લગાવ્યા કે બસ આપણે તો ખુશ.. આ રંગીન મહેફિલમાં બે’ક વાતો કહી સાંભળી કે બસ.. આપણે તો ખુશ.. તમારી ગેરહાજરીમા તમારા ગુણ ગાયા કે બસ.. આપણે તો ખુશ.. જ્યા હો ત્યા પરંતુ.. તમે હો ખુશ […]

મારી વેદના

Posted on July 20th, 2011 by admin  |  7 Comments »

હુ એક પંખો છુ લોહ બ્લેડો ધારી ગોળ-ગોળ ફરતો ને સતત ઘુમતો સતત જલતો ને શિતળ હવા વેરતો શીળી હવાના ઘેનમાં સૌ સુઇ રહ્યા મોજમાં પણ મારૂ પેટાળ ધગધગતી આગમાં ભભુકી રહ્યુ છે કોઇ ઊંઘમાંથી ઊઠીને પ્લિઝ….જરા…. સ્વિચ ઓફ કરશો. – પરેશગિરિ ગોસ્વામી – જુનાગઢ

રૂપ

Posted on July 16th, 2011 by admin  |  8 Comments »

તારા હોઠો ની મધુરાશ, મારી દુર કરે અધુરાશ… તારી ચાલમાં એવો પ્રાસ, જાણે શ્યામ-ગોપી નો રાસ… તારી નાક્લડી ની ત્રાંસ, જોવા વાળા લપસે ખાસ… તારી આંખો નો ઉજાસ, હૈયા ને કરાવે હાશ… રૂપ તારું તાજી-મોળી છાશ, તુ નિર્મળ ઝરણાંનો આભાસ… -“શબ્દ્શ્યામ”-આશિષ ઠાકર ક્રુત

મ્રુત્યુ-વિરહ

Posted on July 16th, 2011 by admin  |  6 Comments »

ઘણાં વખતથી મળ્યું નથી, મૌત મારુ કેવું હશે… ઘડીક નીરાંતે સુતુ હશે, કે જીવતર મારુ લેવું હશે… અંધારા મા છુપું હશે, કે છડેચોક આવતું હશે… કરતું કોઇનું કતલ હશે, કે શ્વાસ મારા ગણતું હશે… -“શબ્દ્શ્યામ”-આશિષ ઠાકર ક્રુત

કવીતા ચિત્રણ

Posted on July 16th, 2011 by admin  |  3 Comments »

મેઘ વરસે અનરાધાર, કવીતા લખાય અનાયાસ… થોડી ઇચ્છા અને પ્રયાસ, શબ્દો નો રેલાય ઉજાસ… જેટ્લું નિર્મળ ચીત્તાકાશ, તેટલી તેમા વધુ મીઠાશ… તેમાં કુંવારિકાશી નમણાશ, ચંદનની તેમા સુવાસ… ક્યારેક મેલો-ઘેલો ભાસ, ક્યારેક જાણેકે કૈલાશ… હૈયા ને કરાવતી હાશ, ઘડીક્મા ભડકાવતી પ્યાસ… -“શબ્દ્શ્યામ”-આશિષ ઠાકર ક્રુત