Posts Tagged ‘gujarati kavita’

મારા ભેરુ

Posted on July 23rd, 2015 by gujaratikavita  |  1 Comment »

હે પ્રેમનું ભાથુ ભરી લેજો રે મારા ભેરુ વાટ લાંબી ને દૂર છે મંજિલ મારા ભેરુ…હે પ્રેમનું મારગમાં મેં તો ઉગતો સુરજ હા રે દીઠ્યો એમા મારા નિરંજન નો ચહેરો નીરખ્યો…હે મારા ભેરુ પંથમા પેલી વહેતી નદિયૂ નાં નીર નિહાળી એમા મારા વ્હાલા એ વાણી રે પ્રગટાવી…હે મારા ભેરુ ઉંચે જોયુ તો અસીમ આકાશ આંનદી […]

એના એ જ છે

Posted on October 16th, 2012 by admin  |  6 Comments »

લોક જુદા, ભાર એના એ જ છે, શ્વાસ જુદા, સાર એના એ જ છે. રંગજીવનના ભલે જુદા હતા, મૃત્યુના આકાર એના એ જ છે. સ્વપ્ન જુએ તું ભલે આકાશનાં, આંખના વિસ્તાર એના એ જ છે. ફેરવી લીધું ભલે મોં એમણે, આપણા વે’વાર એના એ જ છે. આપણા ઝખ્મો ભલે જુદા હતા, દિલ ઉપરના વાર એના […]

વાદ-વિવાદ

Posted on April 29th, 2012 by admin  |  22 Comments »

દલીલો સૌ વકીલો ને મુબારક હું તો બસ, એટલું જાણું કે ચાંદ બેદાગ છે… વ્યર્થ મથે છે મરજીવા દરીયે, એની આંખોમા ઉંડાઇનો તાગ છે… કદાચ નહિ હોય પ્રેમીઓ તક સાધુ પણ, કરવા પ્રેમ જોઇએ એક લાગ છે… અજવાળે આંખો મીચીને ટાળે છે પાપ જોવાનું ખરેખર, ઘુવડ નૈતિક રીતે ઘણું સજાગ છે… ભલે બોલે મને લોકો […]

તાસીર

Posted on April 21st, 2012 by admin  |  18 Comments »

ક્યાં છે એવો કોઇ જે ન હોય ડૂબેલો કરજ મા, નથી કોઇ દીઠો એવો જે ન હોય કોઇ ગરજ મા, વીણા તુટી છે શરીરની તોય, આતમ રહે છે તરઝ મા…ક્યાં છે એવો તબીબો ને કોણ સમજાવે કે, મસ્ત છે મજનું ઇશ્કના મરજ મા…ક્યાં છે એવો મૌત બાદ વીચાર્યું કે હું, ચુક્યો છું શ્વાસ લેવાની ફરજ […]

અમાનત

Posted on April 11th, 2012 by admin  |  26 Comments »

એ કબર તને હું એક ચીઝ સોંપતી જાઉં છું, તું રાખજે સંભાળ એની એટલું કહેતી જાઉં છું… નરાખજે તું તરસ્યો એને, હું અશ્રુ દેતી જાઉં છું, ટાઢ તડકો પજવે નહી તેથી, આ કફન રાખતી જાઉં છું…એ કબર તને હું… મારું સપનું લઇને સુતો છે એ, હું તેને આંખમાં ભરી જાઉ છું, આમતો છું ખુદ્દાર, પણ […]

આરઝૂ

Posted on September 19th, 2011 by admin  |  6 Comments »

રણ મળે ત્યાં ઝરણ કરી દઈએ, એમ ઊજળું મરણ કરી દઈએ ! હોય ત્રીજું ના આપણી વચ્ચે, રોજ એવું સ્મરણ કરી દઈએ. જાણવું શક્ય છે તમસને પણ, રાતભર જાગરણ કરી દઈએ. દશ્યમાં આવને બતાવી દે, તે મુજબ અનુકરણ કરી દઈએ. બંધ હો મન પ્રદેશની સરહદ, ના, અમે અતિક્રમણ કરી દઈએ. જિંદગી ગોઠવાય ના સમુચિત, તો […]

ૠજુતા

Posted on August 4th, 2011 by admin  |  15 Comments »

રાત દીન ધખુ છું, તેથી કવીતા લખું છું… ત્રાસ જીવનના સહુ છું, અને પ્રાસ નવા રચું છું… ઊંડી ખાઇ મા પડુ છું, ઊડાણપુર્વક લખું છું… અડ્ધુ પેટ જમું છું, સર્જન ભરપેટ કરું છું… અંધારા આંખે ભરું છું, કલ્પના રંગીન કરું છું… ચૌધાર આશું રડું છું, ભીનાશ એમા ભરું છું… પૈસા બે-ચાર રળુ છું, શબ્દ્થી લીલા […]

સત્સંગ કર

Posted on August 4th, 2011 by admin  |  4 Comments »

આ રીતે તુ જાતને ના તંગ કર લે ઉભો થા ઊઠ ને સત્સંગ કર ક્યારની આ મેનકાઓ નાચ્યા કરે આંખ ખોલી જો, તપસ્યા ભંગ કર વૈતરા કરતા કદી વૈભવ મળે? કર હવે કૌભાંડ અને સહુને દંગ કર રાસ-લિલા ના કરે તો કઇ નહિ પણ મનોવૃતિને ના બજરંગ કર ભિતરે ચાલે મહાભારત સતત લે ગિતાનો પાઠ […]

મેઘવર્ણનમ્

Posted on July 16th, 2011 by admin  |  3 Comments »

મેઘ સ્મરામિ, ઇન્દ્રમ્ નમામી… શાતા દદાતી… શલીલં પ્રપાતી… વર્ષીતમ્ વારિ, હર્ષીતમ્ નર-નારી… સ્વાગતમ્ અપી, મેઘ સવારી… -“શબ્દ્શ્યામ”-આશિષ ઠાકર ક્રુત

આજે મહેફીલો

Posted on July 16th, 2011 by admin  |  17 Comments »

આજે મહેફીલો માં અહં અને ઈર્ષા ની ભાગીદારી ઉજવાય છે, અને સ્વાર્થ સાથે ની દોસ્તી ને સાચી કહેવાય છે… આજે હરતા ફરતા લોકો ની પાછળ દંભ ના પડછાયા છે, અને દેખાદેખી માં ઘણા સંબધ સચવાયા છે……. મેહુલ જાની……. 0044 7800649570 UK janimehul19@hotmail.co.uk