આપ વીતી

કે મલે તો હું પણ વેંચી દઉ,

સારપ નો નથી કોઇ લેવાલ,

અધીરો છું હું પણ સુણાવા,

પણ નથી કોઇ પુછનાર હાલ,

બેધારી લડાઇ છે મારી,

છું ખુદ તલવાર અને છું ખુદજ ઢાલ,

મને તો રોજ જીવન છે, રોજ મરણ છે,

રોજ કેટલીય લાગણીઓ થાય છે હલાલ,

અને એને છે મારા ઉપર મદાર,

પણ ચાર દી મા મુજથી થાય કેટલા કમાલ,

હવે કરું શોક કેટલો, ખુદપર,

કે મે તો કફન નો કર્યો છે રૂમાલ…

– “શબ્દશ્યામ” આશિષ ઠાકર ક્રુત

This entry was posted on Thursday, March 28th, 2013 at 7:36 pm and is filed under કવિતા. You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

2 Responses to “આપ વીતી”

 1. Ajay Says:

  sara vcharo che…

 2. dhansukhbhai Says:

  મારી આંખમાં નશા જેવું લાગશે તમને,
  હું એમને મળીને હમણા જ આવ્યો.
  ધનસુખ ગોહેલ.
  ૧૭-૦૮-૨૦૧૩.

Leave a Reply