ગઝલ

સૂર તો નથી પરંતુ સૂરનો ઉઘાડ છું
ભાષા ન ઓળખે એ શબ્દનો પ્રકાર છું

ચટ્ટાન તોડી માર્ગ કાઢશે જરૂર એ
ધીમા છતાં સતત હું બિંદુનો પ્રહાર છું.

જૂનો થશે પરંતુ ફાટશે નહીં કદી
પહેરી શકો નહીં તમે હું એ લિબાસ છું.

શોધ્યા કરું છું કોઈ પોષનારને અહીં
આવીને ઓસરી જતો નવો વિચાર છું.

કુમકુમ અક્ષતે બધા વધાવજો હવે
જે ભાગ્ય ફેરવી શકે હું એ સવાર છું.

તકરાર કોઈ સાથ ક્યાં રહી હવે કહો
મારી અપૂર્ણતા તણો પૂરો સ્વીકાર છું.

બદલી ચૂકી છું વસ્ત્ર દેહરૂપ કેટલાં
ને તોય શાશ્વતી તણો નર્યો પ્રચાર છું.

મારામાં આથમી અને ઊગી શકે બધું
હું પૂર્ણ છું છતાંય પૂર્ણનો વિકાસ છું.

– મધુમતી મહેતા

This entry was posted on Tuesday, October 16th, 2012 at 2:05 pm and is filed under ગઝલો. You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

20 Responses to “ગઝલ”

 1. Jay Patel Says:

  Khub sari gazal chhe,

  mane tamaro phone no ,k email madi sake, ??

  thodu puchhvu hatu ? plz. . .

 2. ANKIT MEHTA Says:

  9768705091 and really madhumita this is tru lines…….! thx

 3. ronak Says:

  awesome…salute boss………dhima chhata satat bindu no prahar chhu

 4. Dr. Rajesh mahant Says:

  how can i follow this blog?
  can u provide me some information.

 5. Dr Rashmikant Shah Says:

  નજર
  આપણી નજરને લાગી છે કોઈની નજર
  એથીજ મળતી કે સમજતી નથી આપણી નજર

  આંખમાંથી ઝરણાં વહેતા રહ્યા કોઈની છતાં
  વેદનાની ગહેરાઈ કેમ માપી ના શકી આપણી નજર ?

  આંગળી ચીન્ધાયેલી હતી માણસ તરફ જ,
  જયારે સંહારના ઇતિહાસ તરફ નાખી આપણી નજર

  જે પળ માટે અહીં તહીં બધે કરીનજર,
  નીકળી એ પળ, ભીતરમાં જયારે કરી આપણી નજર

  “રશ્મિ” સતત બદલાતા રહ્યા અર્થ એના,
  જયારે જિંદગીની કવિતા પર ફરી ફરી કરી આપણી નજર

  ડૉ રશ્મિકાન્ત શાહ
  ચર્મ રોગ અને એઈડ્સ નિષ્ણાંત
  કાંદિવલી વેસ્ટ
  મુંબઈ
  9821216033
  તમે આ કવિતા ને બદલ્યા વગર બીજા ને મોકલી શકો છો।
  મારી નવી કવિતા

 6. mehul joshi Says:

  hi…its realy very nice…no words..

 7. mehul joshi Says:

  hi..madhumatiji…very nice no words best one i have read..hu ak mari lakheli aap na mate raju karu chhu…..mara lakhela patro bali nakh je muj sath ma,pachhi ama thi chaptic rakh lai ne , very de je tu j gulab na chhod ma, hu nitya gulab bani khili uthis tari pass ma…mehul 1991..mob 099130 77077

 8. Mahesh Says:

  Madhumatiben, Nice Gazal… I was present at ahmedabad at the occasion of Taru naam rudrax par……..

 9. kuntal Says:

  The blog is excillent though i dont know gujrati but i feel the good smell of the quality of this article. thanks admin for create this blo. many many thanks. I want to follow this website. what is the process just tell me?

 10. Ronak R. Panchal Says:

  khubaj Saras Jordar lakhocho Medam….☺

 11. Krishna Barot Says:

  So Swet Poem

 12. Krishna Barot Says:

  Sooo Sweat Poema

 13. Patel Doyal Says:

  vanchi ne gajal tmari,
  axat thi xat sabdo thai gaya,
  kyathi lavo 6o a sabdo,
  k man amara mugdha thai gaya….

  Really, your word touchad my soul….

 14. Dr.madhavi vyas Says:

  this is a new concept to get somting new at over owen site and this is exitning .

 15. UDAYAN Says:

  very nice….

  મારામાં આથમી અને ઊગી શકે બધું
  હું પૂર્ણ છું છતાંય પૂર્ણનો વિકાસ છું.

 16. Damini Says:

  nice gazal.
  શોધ્યા કરું છું કોઈ પોષનારને અહીં
  આવીને ઓસરી જતો નવો વિચાર છું.

 17. jayant somaiya Says:

  too good Madhuji.
  khub saras rachana.

 18. narendra Says:

  mast

 19. ilevan thakar Says:

  Viry nice

 20. Chetan Solanki Says:

  Khub Saras…

  Visit my blog also for gujarati poems…

  http://chetanmsolanki.blogspot.in/

Leave a Reply