એના એ જ છે

લોક જુદા, ભાર એના એ જ છે,
શ્વાસ જુદા, સાર એના એ જ છે.

રંગજીવનના ભલે જુદા હતા,
મૃત્યુના આકાર એના એ જ છે.

સ્વપ્ન જુએ તું ભલે આકાશનાં,
આંખના વિસ્તાર એના એ જ છે.

ફેરવી લીધું ભલે મોં એમણે,
આપણા વે’વાર એના એ જ છે.

આપણા ઝખ્મો ભલે જુદા હતા,
દિલ ઉપરના વાર એના એ જ છે.

– દર્શક આચાર્ય

This entry was posted on Tuesday, October 16th, 2012 at 1:54 pm and is filed under ગઝલો. You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

6 Responses to “એના એ જ છે”

 1. SANGA PADVI Says:

  SUNDER…………………

 2. HETAL PANDYA Says:

  SUNDAR CHE…

 3. પ્રા. દિનેશ પાઠક Says:

  વાહ! બહુ સરસ.

 4. JAYESH॰ R.R.SHUKLA. Says:

  ****** અભિનંદન….***જયેશ શુક્લ.”નિમિત્ત.”વડોદરા.04.12.2013.

 5. Nirav Makwana Says:

  shabdo chhe juda ,pan bhaav ena ej chhe

 6. alpa Says:

  ખુબ સુંદર

Leave a Reply