એના એ જ છે

લોક જુદા, ભાર એના એ જ છે,
શ્વાસ જુદા, સાર એના એ જ છે.

રંગજીવનના ભલે જુદા હતા,
મૃત્યુના આકાર એના એ જ છે.

સ્વપ્ન જુએ તું ભલે આકાશનાં,
આંખના વિસ્તાર એના એ જ છે.

ફેરવી લીધું ભલે મોં એમણે,
આપણા વે’વાર એના એ જ છે.

આપણા ઝખ્મો ભલે જુદા હતા,
દિલ ઉપરના વાર એના એ જ છે.

– દર્શક આચાર્ય

This entry was posted on Friday, July 24th, 2015 at 12:09 am and is filed under કવિતા. You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

3 Responses to “એના એ જ છે”

 1. શબ્દશ્યામ Says:

  દર્શકભાઇ,

  અભીનંદન છે આપની સુંદર રચના પર.

  આમજ આપણેં લખતા રહીએ,આમજ આપણેં મહેકતા રહીએ..

  આભાર સહ,
  “શબ્દશ્યામ”
  આશિષ ઠાકર

 2. dalwadi prashant Says:

  dear admin ,
  sir hu ek fb page banvi rahyo chu su hu tmari website gujartikavita.com ema add kari saku?

 3. Atul Says:

  વાહ દર્શક, સરળ લાગતા શબ્દો પણ તમારું આની પાછળ નું દર્શન સાર નો સાર છે.

  વધુ તો શું કહું ?

Leave a Reply