જીગર જાન-દોસ્ત

આંસુ હોય મારી આંખમાં તો એ રડી પડે છે
મારી એક ખુશી માટે એ બધાં સાથે લડી પડે છે

મંઝિલનાં એક-એક મુકામે જ્યારે પણ એની જરૂર પડે છે
સાથ આપવા મારો એ હંમેશા તૈયાર રહે છે

ઘણી વાતો આ મન બધાંથી છુપાવે છે.
એ એક છે જે મારી આંખોથી બઘું વાંચી લે છે.

મારી પસંદ-નાપસંદ બઘું એ જાણે છે
અવનવા ઉપાયોથી એ હંમેશા મને ખુશ રાખે છે.

હું હોઉં ખુશમિજાજમાં તો એ પણ મહેંકી ઉઠે છે
મારી એક હસીમાં પોતાનાં સેંકડો ગમ છુપાવી દે છે.

કેવી છે આ ગાંઠ પ્રીતની જે હંમેશા અમને બાંધી રાખે છે.
હા એજ દોસ્તની દોસ્તી જે બધાંથી ખારી લાગે છે.

-જયોતિ એ.ગાંધી (મોરબી)

This entry was posted on Tuesday, October 16th, 2012 at 1:41 pm and is filed under કવિતા. You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

29 Responses to “જીગર જાન-દોસ્ત”

 1. Bhavesh Prajapati Says:

  Very good work..keep it up..

 2. Dilip Says:

  Beautiful. So much in so few words. Loved it.

 3. Mahesh Patel Says:

  Shodhu Chu.Aavo Dost Je Aaj Shudhi Jivan Ma Kayarey Malyo Nthi.

 4. patel sagar Says:

  nice story and also contain

 5. Varshil Changani Says:

  The poem is just superb!!!!!!!

 6. Smit Chauhan Says:

  Nice one Madam…

 7. deepak sharma Says:

  dost for u direct dilse

 8. Chandresh Patel Says:

  Great one! But don’t understand last line?! It should be “Pyari” instead of “Khari”. Am I right?!!

 9. Yograj Acharya Says:

  very nice jyotiji…

 10. dhiren Says:

  I really like this gazal and i sweep mss my friend

 11. sunita Says:

  nice

 12. Dhiren.W Says:

  Very true….

 13. bhagvan Says:

  really nice………..

 14. bhavika Says:

  nise…

 15. bhavika Says:

  nise site in the world

 16. ashvin Says:

  very nice

 17. PRAKASH Says:

  How can add my poems in this side
  pl z more information to in my email ID

 18. Ajit Mistry Says:

  શ્રી જ્યોતિબેન,
  તમારી લખેલી કવિતા મને ખુજ ગમી. એક મિત્ર ની આનાથી વધારે સારી વ્યાખ્યા નાં હોઈ શકે. હું પણ થોડુક થોડુક લખું છું પણ શબ્દો નું ઊંડાણ હજુ નથી મેળવી શક્યો. વિષય ની પણ અછત છે. પણ માનું છું કે જો તમારા જેવા નિપુણ વ્યક્તિ સાથે જો વિષયો ની આપલે કરું તો મને ઘણું શીખવા મળે.

  “વેચાતો આવ્યો છુ બજાર માં સદા હું પણ
  ના કોઈદી ખરીદવાની કસમ મેં રાખી છે,
  નથી લેતો સામે કંઇ પણ હું કોઈની પાસેથી
  અહીંયાં તો ફક્ત દેવાની રસમ મેં રાખી છે,
  ખુશિયોં બધી પ્રીત ની લઇ ગયા હસતા હસતા
  કંઇ નથી ફક્ત પાસે ગમ ની ભસ્મ મેં રાખી છે,
  કહ્યું નથી કોઈને, તમારા પછી મેં કઈ પણ મારું
  ના કોઈને પણ કંઇ કહેવાની કસમ મેં રાખી છે.”

  અજીત
  ૯૯૨૫૦-૩૧૫૬૮

 19. malvikasolanki Says:

  ખુબ જ સુંદર કવિતા મિત્રતા નુ આનાથી વિશેષ બિજુ કયુ મુલ્યાકંન હોઇ શકે ખરેખર જીવનમાં દોસ્ત હોવા ખુબ જ જરુરી છે….

 20. Ajaygamit Says:

  cool yaar…..super like

 21. hiren Says:

  tamri kavti saras 6e mane bahu game 6e hu tamne manva mangu 6e. bas tame aam j lakhta rejo….hiren parmar(Ahmedabad,9327060118,safalpublicity@gmail.com)

 22. Dr. Bhavna Khoyani Says:

  જ્યોતિબેન આપની કવિતા અતિ સુંદર લાગી….
  ખૂબ ખૂબ અભિનંદન…

  મિત્રતા શબ્દ સાંભળતાની સાથે જ આપણો જે પ્રિય મિત્ર હોય તેનો ચહેરો આપણી નજર સામે આવી જાય છે અને તે સાથે જ આપના ચહેરા પર સ્મિત ૫ણ. મિત્રોનો સંબંધ એક એવો અનોખો સંબંધ છે જેની સામ્યતા કોઈ૫ણ બાબત સાથે થઈ શકે જ નહિ. મિત્રનો સંબંધ એક એવો અનોખો સંબંધ છે જે આ દુનિયાના બધાંજ સંબંધોથી પર છે. સુખ હોય કે દુઃખ ચાહે ગમે તેવી પરિસ્થિતિ આવી જાય તો ભલે આખી દુનિયા સાથ છોડી દે પણ તે તો હંમેશા પડછાયાની માફક સાથે જ રહે છે. અરે એક સમયે પડછાયો પણ અંધારામાં સાથ છોડી દે છે પરંતુ જો મિત્ર હાથ પકડી લે તો તે આખી જિંદગીભર નથી છોડતો.
  અને આથી જ કહેવાયું છે કે……

  “ઈશ્વર જેમને લોહીના સંબંધ થી જોડવાનું ભૂલી ગયો છે એ વ્યક્તિઓને
  આપના મિત્રો બનાવીને પોતાની ભૂલ સુધારી લેતો હોય છે.”

 23. bhavna Says:

  છેલ્લીનો લાઈનનો શબ્દ.. ખારી કે પ્યારી ?

 24. Alpesh patel Says:

  jyoti ben…
  khub-khub abhinandan,,,

 25. Alpesh patel Says:

  jyoti ben….
  Khub Khub Abhinandan,,,

 26. Uday Says:

  શું કવિતા બનાવી છે જ્યોતિ બેન !! વાહ્હ મજા આવી ગઈ વાંચીને .

 27. ishani choksi Says:

  so nice poem…i like it.

 28. ZAKIR HUSEN Says:

  V V NICE, KHUB J SUNDER LAKHYU CHHE.

 29. Nina Says:

  Very nice!

Leave a Reply