દીકરો મારો!!!

દીકરો છે મારો ફેશનેબલ ,
પછી ભલેને બાપા છે એના પેન્શનેબળ,
માંગે તે તો મોબાઈલ ને બાઈક,
પછી ભલે ને ના લાવતો રળીને કંઈક,
ફેરવે છે છોકરીઓ ને તેની બાઈક ની પાછળ,
પછી ભલે ને આવી જાય પોતાના જ બાપા બાઈક ની આગળ,
કરે છે અનેક કોલ ને મિસકોલ,
પછી ભલે ને મારી જાય કોઈ મિસ એને ધોલ,
પીવે છે સિગારેટ ને ચાવે છે મસાલા,
પછી ભલે ને નીકળી જાય ઘરના દેવાળા,
વાપરે એ તો પાણી ની જેમ નાણાં,
પછી ભલે ને આવી જાય રિજલ્ટ માં બે શૂન્ય ના પણા,
મિત્રો આગળ મારે એ મોટી મોટી વાતો ના તડકા,
પછી ભલે ને થઇ જાય એની ઝીંદગી માં મોટા મોટા ભડાકા,
આમ તો છે આ દીકરો મારો,
તો શું અભિપ્રાય છે એના વિષે તમારો ?????

– Trushti Raval

This entry was posted on Tuesday, May 17th, 2011 at 8:06 am and is filed under કવિતા, હસાવિ દે એવિ લાઈનો. You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

51 Responses to “દીકરો મારો!!!”

  1. મુસ્કાન Says:

    કોઇ ને કોઇ સમજાવી શકતુ નથી. એને એન ભરોસે છોડી દો બસ!! સમય સૌને સમજાવી જાય છે. સમયથી પહેલા સમજવવા કરેલી કોશિશ બેકાર છે. સમયથી મોટો શિક્ષક કોઇ નથી.

Leave a Reply