આ અમદાવાદ ના ટ્રાફિકમા

આ અમદાવાદના ટ્રાફિકમા આવા જવાનું રહે છે,
ક્યારેક ડાબે તો ક્યારેક જમણેથી “કટ” મારવાનું રહે છે;

“પેલો” ઘુસ મારે એની પેલા ઘુસી જવાનું રહે છે,
કોક ના ડોડા, તો કોક ની ગાળો ખાવાનું રહે છે;

ઓલ્યા ટ્રાફિક પોલિસની બાજ નજરથી બચવાનું રહે છે,
અને પકડાઈ ગયા તો ૫૦ નહિ ૨૫ એવો “તોડ” કરવાનું રહે છે;

BMW ના રોલા જોઇને સાલુ પસ્તાવાનું રહે છે,
મજૂરી કરતા સાઈકલ સવાર પર દયા ખાવાનું  રહે છે;

આ ધુમાડા કાઢતા રમકડાઓથી નારાજ થવાનુ રહે છે,
જેનું કારણ મોટે ભાગે તારાથી દુર થવાનું રહે છે;

રુચિકર તારી વાતોમાં ખોવાઈ જવાનું રહે છે,
પ્રાણપ્રિયે તારી આંખોમાંથી અમૃત પીવાનું રહે છે;

કાળી અંધારી રાતમા મૃગજળના મોતી શોધવાનું રહે છે,
આ “ભાર્ગવ”ને કાળાં માથાઓની ભીડમાં, બસ માણસ શોધવાનું રહે છે;

આ અમદાવાદ ના ટ્રાફિકમા…

– ભાર્ગવ દવે

This entry was posted on Monday, March 7th, 2011 at 2:26 pm and is filed under કવિતા. You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

7 Responses to “આ અમદાવાદ ના ટ્રાફિકમા”

 1. Hardik Says:

  bahu mast 6e,,, bhargav..

  Aam j lakhta raho..

 2. ભાર્ગવ દવે Says:

  @Vyasji: તમારી વાત સાચી છે પરંતુ આ પંક્તિ એક તદ્દન કાવ્યાત્મક અતિશયોક્તિ છે.
  @Anonymous & Hardik: Thanks a lot.

 3. samir Says:

  સરસ અમદાવાદ રોક્સ

 4. Yogita Says:

  Nice one…

 5. Mahesh Says:

  I like this comment as Amdavadi

 6. Tarunkatbamna's Blog Says:

  […] આ અમદાવાદ ના ટ્રાફિકમા […]

 7. raval deepak Says:

  maja avi gai.

Leave a Reply