રાખે છે મને
પ્રેમમાં બોળીને રાખે છે મને
રંગમાં રોળીને રાખે છે મને
રોગ કોઈ ક્યાંથી ફરકે અંગમાં
ઔષધો ચોળીને રાખે છે મને
શક્ય ક્યાં છે ક્યાંય ખોવાઈ જવું
રાતભર ખોળીને રાખે છે મને !
પળમાં પર્વત ઓળંગાવી દે છે એ
કાંધ લઈ ડોળી ને રાખે છે મને !
રોમ રોમેથી ગઝલ ફૂટ્યા કરે
શબ્દમાં ઘોળીને રાખે છે મને
એટલે ઘોર્યા કરું છું રાતદિ’
નિત્ય હિલ્લોળીને રાખે છે મને
– હરકિસન જોષી
December 30th, 2015 at 10:25 am
જોષીજી,
બહુજ સુંદર રચના છે, આપની. હ્રદયપુર્વક્ના અભીનંદન.
આમજ આપણેં લખતા રહીએ,આમજ આપણેં મહેકતા રહીએ..
આભાર સહ,
“શબ્દશ્યામ”
આશિષ ઠાકર
March 19th, 2016 at 7:42 pm
“પછી શામળીયોજી બોલીયા, તને સાંભરે રે ! ”
mare aa kavita gujarati ma lakheli joie chhe.
jo tame moklavi shako to tamaro khub khub aabhar
October 4th, 2016 at 12:37 pm
I am searching for small poem for birth of my daughter.
If anyone have.
January 15th, 2018 at 12:25 pm
this poem is very best. thanks a lot.
January 15th, 2018 at 12:29 pm
ok thanks.
January 15th, 2018 at 12:29 pm
thanks.