હું ધરમ ભુલ્યો..

હું ધરમ ભુલ્યો-હું કરમ payday loans virginia ભુલ્યો,
હું ભમરાયેલો-ભરમ ભુલ્યો,
હજી સવારે તો હું રામ ભજું,
વટલાયેલો સાંજે “દામ” ભજું!!

ઉઠ્યો નામે આજે બાહુબલી,
ને સાંજ લગી થયો નુરઅલી,
ઇશ્વર બધા સરખા એ સત્ય નરું,
તોય મગનું નામ મરી કરું!!

એ જ કાળા મન ને તને શ્વાસ ભરું,
શું ફરક પછી પુજા કરું કે નમાઝ ધરું,
ધર્મ એ મારા cash advance rtp જરા આહત કર્યો મને તો,
હેવાયો થઇ ને હવે જાતને ઠગતો ફરતો!!

બંદગી કરવા હાથ ઉઠે પણ મનમાં હજી રામ,
તોય વટ માં કહેતો ફરું,હવે નુરઅલી મારું નામ,
પાંચ વખત નમાઝ પઢું ને કરું રાવણનાં કામ,
કાશી ને કાબા કહ્યું ને બદલ્યું તિરથધામ!!

મંદિર જોતાં જ નજર કાતરી,મસ્જીદની ગલીયોમાં જઇ વળું,
મન કરે આરતી કરવાં હું private student loans bad credit ફરી ભક્ત-મંડળીમાં ભળું,
નામ બદલ્યું-ધામ બદલ્યું-જમવાનું મે થાળ પણ બદલ્યું,
સંસ્કાર-આદત કંઇ એમ ના બદલાય,એ સાદું ગણિત ના કળ્યું!!

મારા પક્ષે જ કચાશ હતી ને હું રસ્તો ભુલ્યો,
મધદરિયે ખરાબો નડ્યો ને કિનારે ફરી વળ્યો,
માં ભલે કદરુપી મારી તોય જેમ એને દિલથી ચાહું,
ધરમ પણ મામાનું જ ઘર,તો હવે ઘરે પાછો આવું!!

– ચિન્મય જોષી.

This entry was posted on Thursday, September 9th, 2010 at 6:14 am and is filed under કવિતા. You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

One Response to “હું ધરમ ભુલ્યો..”

  1. kavi jalrup morbi Says:

    karam ane dharam 1 sika ni 2 baju chhe.

    KAVI JALRUP (MORBI)

Leave a Reply