Archive for July, 2015

રાખે છે મને

Posted on July 24th, 2015 by admin  |  No Comments »

પ્રેમમાં બોળીને રાખે છે મને રંગમાં રોળીને રાખે છે મને રોગ કોઈ ક્યાંથી ફરકે અંગમાં ઔષધો ચોળીને રાખે છે મને શક્ય ક્યાં છે ક્યાંય ખોવાઈ જવું રાતભર ખોળીને રાખે છે મને ! પળમાં પર્વત ઓળંગાવી દે છે એ કાંધ લઈ ડોળી ને રાખે છે મને ! રોમ રોમેથી ગઝલ ફૂટ્યા કરે શબ્દમાં ઘોળીને રાખે છે […]

એના એ જ છે

Posted on July 24th, 2015 by admin  |  No Comments »

લોક જુદા, ભાર એના એ જ છે, શ્વાસ જુદા, સાર એના એ જ છે. રંગજીવનના ભલે જુદા હતા, મૃત્યુના આકાર એના એ જ છે. સ્વપ્ન જુએ તું ભલે આકાશનાં, આંખના વિસ્તાર એના એ જ છે. ફેરવી લીધું ભલે મોં એમણે, આપણા વે’વાર એના એ જ છે. આપણા ઝખ્મો ભલે જુદા હતા, દિલ ઉપરના વાર એના […]

મારા ભેરુ

Posted on July 23rd, 2015 by gujaratikavita  |  No Comments »

હે પ્રેમનું ભાથુ ભરી લેજો રે મારા ભેરુ વાટ લાંબી ને દૂર છે મંજિલ મારા ભેરુ…હે પ્રેમનું મારગમાં મેં તો ઉગતો સુરજ હા રે દીઠ્યો એમા મારા નિરંજન નો ચહેરો નીરખ્યો…હે મારા ભેરુ પંથમા પેલી વહેતી નદિયૂ નાં નીર નિહાળી એમા મારા વ્હાલા એ વાણી રે પ્રગટાવી…હે મારા ભેરુ ઉંચે જોયુ તો અસીમ આકાશ આંનદી […]

દર્પણ

Posted on July 22nd, 2015 by admin  |  No Comments »

એક વખત મેં દર્પણ જોડે ઝઘડો કર્યો. દર્પણ, દર્પણ તેં દાટ વાળ્યો છે. અમારા ચહેરા પી પીને તું રહ્યું દેખાવડું અને અમે થયા ધીરે ધીરે ઝાંખા. એ ચૂપ રહ્યું. તું ન હોત તો અમે એયને કુદરતમાં રમમાણ હોત. તેં અમારી વચ્ચે ફાચર મારી. એ કશુંક બોલવા ગયું પણ એણે માંડી વાળ્યું. તેં અમને અમારાથી છૂટા […]

કુક્કડસભા..

Posted on July 22nd, 2015 by gujaratikavita  |  No Comments »

ચાલો જઇયે જોવા આજે એક સભા અનોખી, કુકડાઓની પરિષદે કેવિ-કેવિ માંગો મૂકી!! કોઇ લડે મુક્તિ માટે, તો કોઇ વંશવેલો ઝંખે, બધે બસ માણસાઇ વિરુધ્ધ રોકકળ પોકે-પોકે.. રામુ કુકડો મુક્તિ માંગે, છે ત્રણ વરસથી બંદી, પુરાઇ રહે પિન્જર-જેલમાં-ગરમી હોય કે ઠંડી.. પછી ટહુકી ગિતા કુકડી, કુક્કડપુત્ર એ ચાહે, પણ માલિક એનો હંમેશ એનાં ઇંડા વેચી ખાયે.. […]