Archive for December, 2014

મળી જાય

Posted on December 22nd, 2014 by admin  |  No Comments »

સમુદ્ર ની એક લહેર માં, એક છીપલું મળી જાય. આ કલરવ ભર્યા વાતાવરણ માં, એક પતંગિયું મળી જાય. આ દુનિયાના માનવીઓમાં, ક્યાંક ઈશ્વર મળી જાય. આ ભટકતી નાવો ને એકાદ કિનારો મળી જાય. ‘અનેરી’ આ ઇચ્છાઓ માંથી, કદાચ એક ઈચ્છા મળી જાય.

અનેરી આશ

Posted on December 18th, 2014 by admin  |  1 Comment »

સુરજ ની રોશની માં ઝળહળવું છે મારે, ચંદ્ર ની ચાંદની માં ચમકવું છે મારે, તારા ના તેજ માં ટમટમવું છે મારે, ખીલતા ગુલાબ માં ખીલવું છે મારે. અમાસની કાળી રાત માં અદ્રશ્ય થવું છે મારે, પૂનમ ના ચંદ્ર માં ચમકવું છે મારે, ગિટાર ના તાર માં રણઝણવું છે મારે, સાગર ના નીર માં ઘઘુમવું છે […]

સપના ની દુનિયા

Posted on December 16th, 2014 by admin  |  1 Comment »

સપનાઓ ની “અનેરી” દુનિયામાં, કોઈક ખોવાઈ ગયું છે. ચમકતી મોતી ની માળા માં, એક મોતી ફિક્કું પડી ગયું છે. બધા ફૂલો માં કોઈ એક ફૂલ મુરઝાઈ ગયું છે. સમુદ્ર માં રહેલી નાવ માંથી, એક નાવ અદ્રશ્ય થઇ ગઈ છે. આકાશ માં ટમટમતા તારાઓ માંથી , એક તારો ખરી પડ્યો છે. -અંકિતા છાંયા(અનેરી)

કલ્પના

Posted on December 11th, 2014 by admin  |  2 Comments »

કોઈ કવિ ની કલ્પના નથી, કોઈક ની આરઝૂ છું હું. કોઈ બાગ નું ફૂલ નથી , બસ એક પતંગિયું છું હું. કોઈ મહેકતી સુવાસ નથી, એક ઠંડી હવા નો એહસાસ છું હું. કોઈ કવિ ની કવિતા નથી, કોઈક ની જિંદગી છું હું. કોઈ નિષ્ફળ ની હર નથી, કોઈક ની મેળવેલી જીત છું હું. કોઈ જીવંત […]

પળ પળ તરસતી તારા માટે

Posted on December 9th, 2014 by admin  |  2 Comments »

પળ પળ તરસતી તારા માટે, ખન ખન ખનકતી તારા માટે. હંમેશ ખોવાતી તારા જ સ્મરણ માં, આ હૈયું ધબકે છે તારી જ માટે. આંખો વરસે છે તારા વિરહ માં, ને કાન તરસે છે તને સાંભળવા, શું કામ રિસાય છે આટલું ઓ કા’ન, આ રાધા થઇ છે તારી દીવાની. જીવ જાય છે હવે તારા વિરહ માં, […]