ગઝલ

મારી સમજણના છેડા પર જેની પક્ક્ડ ભારી છે,
મોડે મોડે જાણ થઈ એ માણસ ધંધાદારી છે.

જ્યાંથી છટકી માણું છું હું સાવ અજાણી દુનિયાને,
મારી અંદર છાની-છૂપી એક મજાની બારી છે.

કાલ સુધી મારી અંદર પણ એક મદારી ફરતો’તો,
કાલ સુધી મેં ઈચ્છાઓને નચવી નચવી મારી છે.

કટ કટ કટ કટ કાપી નાખે દિવસો, દસકા, સૈકાને,
તોય ખબર ના પડે જરા આ સમય ગજબની આરી છે.

કાલ સુધી તેં પગ ના વાળ્યો આજે પણ પગ ના વળતો,
બીજું કશું નહીં ભઈલા આ તો વારાફરતી વારી છે.

‘નારાજ’ કહી દો એ જણને જે તણખાથી પણ ધ્રૂજે છે,
કે મેં આંખના આંસુથી બળતી રાતોને ઠારી છે.

– ચંદ્રેશ મકવાણા

This entry was posted on Tuesday, September 20th, 2011 at 10:26 am and is filed under ગઝલો. You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

9 Responses to “ગઝલ”

  1. mehmud Says:

    good ………..very good
    hakikat ma khub sari maza ni gazal chhe. mane bahu gaMI CHHE

  2. DHARMESH Says:

    nice bro

  3. "શબ્દ્શ્યામ" - આશીષ ઠાકર Says:

    વાહ ચંદ્રેશભાઇ, સરસ કવીતા લખી છે આપે, અભીનંદન…બસ આમજ લખતા રહેજો, બસ આમજ ધખતા રહેજો – આપનો, “શબ્દ્શ્યામ”.

  4. hardik vankar Says:

    waah dost………very nice gazal…..

    જ્યાંથી છટકી માણું છું હું સાવ અજાણી દુનિયાને,
    મારી અંદર છાની-છૂપી એક મજાની બારી છે…………

    fantastic lines………..!!!!

  5. hitesh sutariya Says:

    nice khub saras vichar chhe

  6. Milan Pattani Says:

    Great Ghazal i want to share this ghazal on my blog onlu if anyone don’t mind,
    I dont want to take any credit i just want to spread this type of great GUJRATI writings through my blog,
    if you allow i will post it on my blog with the writer name – ચંદ્રેશ મકવાણા

    Thanks,
    Milan Pattani

  7. Saeed Says:

    Good wordings..

  8. જયેન્દ્ર પટેલ Says:

    તમારા શબ્દો અદભૂત છે

  9. Rakesh Radia Says:

    Enjoyed very much !!!!!!!

Leave a Reply