કઠોર નયને આજ શે ઊભર્યા કરે નમી
કઠોર નયને આજ શે ઊભર્યા કરે નમી,
મગરૂર દિલમાં યાદ કોઈ પ્રજ્જવળી હશે!
સૂરજ ઊગ્યા વિણ આટલો શેનો ઉજાસ છે?
શમા સાથે વિરહમાં કો’ મુગ્ધા બળી હશે!
ભર સવારે પાંપણો થઈ ગઈ છે શબનમી,
સ્વપ્નમા આંખોએ બહારો રળી હશે!
પ્રત્યક્ષ થયા ઘણીવાર પણ ઓળખ્યાં નહિ,
છબી તો છે હ્રદયમાં કિંતુ ધૂંધળી હશે!
ગાલિબની જેમ શબ્દનું તુ ન કર બહુ જતન,
ટેરવાં થશે કલમ, ને લોહી વાદળી હશે!
પીલે આ ઝેર,કર હવે મીરાને આત્મસાત,
દેહ વૃંદાવન પછી ને શ્વા્સ વાંસળી હશે!
-ગુરુદત્ત ઠક્કર.
September 7th, 2010 at 7:52 am
કુદરત ને લાગણિઓ નિ બનિ સરસ ભેળ,
શ્બ્દો ને ભાવનાઓ નો કર્યો સુંદર મેળ,
ક્રુશ્ણાર્પણ થવાનિ તો જ,મળે સચોટ રાહ,
દુન્યવિ ઝેર પચાવિ,મિરા જેમ પ્રબળ થાય ચાહ,
September 7th, 2010 at 8:49 am
સૂરજ ઊગ્યા વિણ આટલો શેનો ઉજાસ છે?
શમા સાથે વિરહમાં કો’ મુગ્ધા બળી હશે!
su waat che..saras..
September 11th, 2010 at 12:28 pm
KHUBAJ SARAS