Archive for August, 2010

હાથમાં કરતાલ હૈયે વ્રણ મળે

Posted on August 18th, 2010 by gujaratikavita  |  No Comments »

હાથમાં કરતાલ હૈયે વ્રણ મળે માનસરના હંસ જેવું પણ મળે. એક સાદું વસ્ત્ર અડવાણે ચરણ મુઠ્ઠીભર માગી લીધેલાં કણ મળે. રોજ મુજને હું મળું નવલા રૂપે ને અજાણેવેશ નારાયણ મળે. લો બધા ધર્મો પરિત્યાગ્યા હવે આવ મળવાનું તને કારણ મળે. કંઠમાં ગીતો હલકમાં વેદના ને અલખનો ઓટલો રણઝણ મળે – ધ્રુવ ભટ્ટ

શબ્દસૃષ્ટિ

Posted on August 18th, 2010 by gujaratikavita  |  2 Comments »

મઝધારમાં ડૂબી રહ્યું હો વહાણ, દીકરી ! એવું જ મારું જીવવું તું જાણ, દીકરી ! હું ક્યાં રમી શકું છું, તારી સાથે સ્હેજ પણ શય્યામાં થનગને છે મારા, પ્રાણ, દીકરી ! મારા વિના તું જીવવાનું લાગ શીખવા ટૂંકું છે બહુ મારું અહીં રોકાણ, દીકરી ! ભૂલી નથી શકતો હું ઘડીકે ય કોઈને જબરું છે બહુ [...]

તને ટેરવેથી SMS મોકલું ને

Posted on August 18th, 2010 by gujaratikavita  |  4 Comments »

તને ટેરવેથી SMS મોકલું ને આંખોથી મોકલું ઈ-મેલ. તારી હથેળીની ભાષા વાંચી દે એવું સોફટવેર સ્પર્શોનું કેવું ? સપનાનું ફોલ્ડર કૂંપળની જેમ હું તો સાચવીને રાખું છું એવું. નેટ ઉપર આખ્ખુંય ગગન છલકાય અને ખાલીખમ પાંપણની હેલ. આખાયે સ્ક્રીન ઉપર ઉદાસી પાથરીને ઉઝરડા ગોઠવું છું ફાઈલમાં. ડૂસકાંઓ ડિલીટ કરું તો ય સાલ્લાઓ વિસ્તરતા જાય છે [...]

જમાનો બહુ બદલાય ગયો છે શ્યામ

Posted on August 10th, 2010 by gujaratikavita  |  11 Comments »

જમાનો બહુ બદલાય ગયો છે શ્યામ. ફરી બર્થ લેવા બહુ જોઈશે હામ જમાનો બહુ બદલાય ગયો છે શ્યામ……. હવે દેવકીજી એટલે સરોગેટ મધર અને સ્પર્મ બેંકના રજીસ્ટરમાં શોધવું પડે ફાધરનું નામ. જમાનો બહુ બદલાય ગયો છે શ્યામ……. ઈન્ટરનેટ અને મોબાઈલ પર જ મળે છે રાધાજી, બરસાના હવે વિસ્તારીને બન્યું છે ગ્લોબલયુ ગામ, જમાનો બહુ બદલાય [...]

મૃત્યુ નું રહસ્ય

Posted on August 10th, 2010 by gujaratikavita  |  2 Comments »

ખુદા નામે રોજ નવા અહીં ફતવા નીકળે રામ નામે રોજ લોક અહીં છળવા નીકળે રાત આખી નગર જીવે ફફડાટમાં પછી મૂળથી જ આખી વાત અહીં અફવા નીકળે કેમ પરખાય, કોણ ચોર કે કોણ શાહુકાર વેશબદલી રાજા નગર અહીં લુંટવા નીકળે આગ લગાડે છે બસ ચારે દિશાએ જેઓ એજ લોટો પાણી લઇ અહીં ઠારવા નીકળે મૃત્યુ [...]

કમનસીબ

Posted on August 2nd, 2010 by admin  |  1 Comment »

જીન્દગીભર રહ્યો છે મુજપર બોજ કરજ નો, કે મરણબાદ પણ સહુ છું ભાર કબર નો. મળી નહી હાશ મુજને હાસિયામા ધકેલી, રાખી મારા માટે સતત ચિતા જલેલી. મુજ અશ્રુઓ પર હતો એમનો સિકંજો, મૌત બાદ પણ મને કહે છે લફંગો. હું તો પ્રેમાળ હતો માણસ ઘણો, પણ એમણે મને ચિતર્યો છે દરિન્દો. -”શબ્દ્શ્યામ” ક્રુત