વરસાદમાં
રેઇનકોટની આડમાં દિલ પલળ્યું કોઈ, વરસાદમાં
સપ્તરંગી બની રૂપ નીખર્યું કોઈ, વરસાદમાં
શું સરવાળા કે બાદબાકી,શું ગુણાકાર કે ભાગાકાર
વરસવું એજ ગણિત હોય પ્રેમનું, કોઈ વરસાદમાં
કોમળતાની તાકાત પણ નીરખી અમે ત્યારે
સખત ધરા પર ફૂટ્યું ઘાંસ કુમળું કોઈ, વરસાદમાં
નયન અને હસ્તરેખાઓ વચ્ચે યુદ્ધ યુગો પુરાણું
નહીંતો જળ બની વહે ના સ્વપ્નું કોઈ, વરસાદમાં
કહ્યું દાક્તરે“રશ્મિ”, હવે ચિંતાનું નથી કોઈ કારણ,
ગઝલ નામનું સાધ્ય ઔષધ મળ્યું કોઈ, વરસાદમાં
ડૉ. રશ્મિકાંત શાહ
9821216033
September 6th, 2010 at 5:06 pm
નયન અને હસ્તરેખાઓ વચ્ચે યુદ્ધ યુગો પુરાણું
નહીંતો જળ બની વહે ના સ્વપ્નું કોઈ, વરસાદમાં
ગઝલ નામનું સાધ્ય ઔષધ મળ્યું કોઈ, વરસાદમાં..vaah..kyaa baat hai!
September 7th, 2010 at 8:48 am
રેઇનકોટની આડમાં દિલ પલળ્યું કોઈ, વરસાદમાં
સપ્તરંગી બની રૂપ નીખર્યું કોઈ, વરસાદમાં….
warsad ni bund jem gani shakay nahi..tem tamari aa kavitani prashansha shabdoma kari shakay nathi…
September 11th, 2010 at 12:37 pm
VAH DOCTOR SAHEB,WAH