એક વાર કાન ને તાવ આવ્યો
એક વાર કાન ને તાવ આવ્યો
માતા જશોદાને ચિંતા માં લાવ્યો
જશોદા ગયા વૈદ ને ઘેર
કાન પર કોણ આ વાલે વેર
વૈદે આવી ને ઉપચાર કર્યો
માતા જશોદાને કાને ધર્યો
કાન ના પ્રેમી ના ચરણ ની ચપટી ધૂળ
કાન નો તાવ કરે પલ માં દુર
નાનપ અનુભવે સૌ દેવા માં ધૂળ
પછી તો તાવ કેમ થાય દુર
માતા દોડી ગયા રાધા પાસે
આહીથી મળશે એવી આશે
વાત સંભાળતા જ રાધા એ આપી રજ
માતા જશોદાને મન માં થયું અચરજ
પ્રભુ ને તું પગની ધૂળ આપીશ
પછી તો તું નર્ક ને પામીશ
રાધાએ કહ્યું પ્રેમ આમારો સાચો
એકબીજા માટે ત્યાગ આપનારો
હજારો નર્ક માં ભલે હું પડું
મારા પ્રિયતમ ને સાજો હું કરું
લઇ ગયા જશોદા ચપટી ધૂળ
કાન નો તાવ થયો પલ માં દુર
સાચો પ્રેમ એ જ કહેવાય ‘હોશ’
જેમાં બલિદાન ની ભાવના સમાઈ
-શ્રેયસ ત્રિવેદી ‘હોશ’
September 6th, 2010 at 12:45 pm
પિયું નું શ્રેય જ જેને મન સદા પ્રેયસ,
રાધા નો પ્રેમ તો હતો દિવ્ય ને શ્રેયસ,
વ્હાલમ નાં કલ્યાણ માં ભલે મળે નર્ક,
પ્રેમ દિવાનાઓ ને કદિ નહિ પડે ફર્ક,
આવા દિવ્ય પ્રેમ-દર્શનો થાય જ ક્વચિત,
વિરલાઓ જ કરિ જાણે કહિ રહ્યો આ ઉચિત.
September 9th, 2010 at 5:12 pm
very nice uday bhai.can i get ur e-mail id