વરસાદી રાત

વરસાદી રાત,
કાળા ડીબાંગ વાદળો,
ઘેરો અંધકાર
આકાશ માં ચમકતી વીજળી
તારી આંખ ના પલકારા
મારા પર જુકેલા વાળ
ને પછી આવી સુંદર સવાર
સંતૃપ્ત પૃથ્વી અને હું પણ .

-શ્રેયસ ત્રિવેદી ‘હોશ’

This entry was posted on Saturday, August 21st, 2010 at 11:19 am and is filed under કવિતા. You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

One Response to “વરસાદી રાત”

  1. Dr, Rashmikant shah Says:

    વરસાદમાં

    રેઇનકોટની આડમાં દિલ પલળ્યું કોઈ, વરસાદમાં
    સપ્તરંગી બની રૂપ નીખર્યું કોઈ, વરસાદમાં

    શું સરવાળા કે બાદબાકી,શું ગુણાકાર કે ભાગાકાર
    વરસવું એજ ગણિત હોય પ્રેમનું, કોઈ વરસાદમાં

    કોમળતાની તાકાત પણ નીરખી અમે ત્યારે
    સખત ધરા પર ફૂટ્યું ઘાંસ કુમળું કોઈ, વરસાદમાં

    નયન અને હસ્તરેખાઓ વચ્ચે યુદ્ધ યુગો પુરાણું
    નહીંતો જળ બની વહે ના સ્વપ્નું કોઈ, વરસાદમાં

    કહ્યું દાક્તરે“રશ્મિ”, હવે ચિંતાનું નથી કોઈ કારણ,
    ગઝલ નામનું સાધ્ય ઔષધ મળ્યું કોઈ, વરસાદમાં

    ડૉ. રશ્મિકાંત શાહ
    9821216033

Leave a Reply