શબ્દસૃષ્ટિ

મઝધારમાં ડૂબી રહ્યું હો
વહાણ, દીકરી !
એવું જ મારું જીવવું તું
જાણ, દીકરી !

હું ક્યાં રમી શકું છું,
તારી સાથે સ્હેજ પણ
શય્યામાં થનગને છે મારા,
પ્રાણ, દીકરી !

મારા વિના તું જીવવાનું
લાગ શીખવા
ટૂંકું છે બહુ મારું અહીં
રોકાણ, દીકરી !

ભૂલી નથી શકતો હું
ઘડીકે ય કોઈને
જબરું છે બહુ કુટુંબનું
ખેંચાણ, દીકરી !

સાકાર હું કરતો હતો એક
સ્વપ્ન આપણું,
એમાં પડ્યું છે અધવચે
ભંગાણ, દીકરી !

જો પ્રાર્થના કરે તો એમાં
તું ઉમેરજે,
મારું પ્રભુ પાસે બને
રહેઠાણ, દીકરી !

મઝધારમાં ડૂબી રહ્યું હો
વહાણ, દીકરી !
એવું જ મારું જીવવું તું
જાણ, દીકરી !

[અમેરિકા સ્થિત જાણીતા યુવા કવિ, ગઝલકાર, વિવેચક શ્રી જગદીશભાઈ વ્યાસનું કૅન્સરની બિમારીને કારણે 16-ડિસેમ્બર-2006ના રોજ દુ:ખદ અવસાન થયું. તેમણે પોતાની પુત્રીને 3-નવેમ્બર-2006 ના રોજ લખેલ આ કાવ્ય, ‘શબ્દસૃષ્ટિ’ સામાયિકમાંથી તેમને અંજલિરૂપે સાભાર. ]

This entry was posted on Wednesday, August 18th, 2010 at 11:17 am and is filed under કવિતા. You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

2 Responses to “શબ્દસૃષ્ટિ”

  1. શબ્દ્શ્યામ - આશિષ ઠાકર Says:

    અમર એવા શ્રી જગદીશભાઈ વ્યાસનું આ કાવ્ય ઘણું જ હ્રદય સ્પર્શિ છે. તેઓ શ્રી હમેંશા આપણા સૌ વચ્ચે જીવંન્ત રહેશે.

    “શબ્દ્શ્યામ” – આશિષ ઠાકર

  2. monika Says:

    આમા કવિનો પોતાની દિકરી માટૅનો પ્રેમ અને જીવની લચારીનુ સુન્દર વણ્ર્ન કરવમાં આવ્યુ છે જેની પ્રસંસામાં શબ્દો મળ્તા નથિ.

Leave a Reply