જમાનો બહુ બદલાય ગયો છે શ્યામ

જમાનો બહુ બદલાય ગયો છે શ્યામ.
ફરી બર્થ લેવા બહુ જોઈશે હામ
જમાનો બહુ બદલાય ગયો છે શ્યામ…….

હવે દેવકીજી એટલે સરોગેટ મધર અને
સ્પર્મ બેંકના રજીસ્ટરમાં શોધવું પડે ફાધરનું નામ.
જમાનો બહુ બદલાય ગયો છે શ્યામ…….

ઈન્ટરનેટ અને મોબાઈલ પર જ મળે છે રાધાજી,
બરસાના હવે વિસ્તારીને બન્યું છે ગ્લોબલયુ ગામ,
જમાનો બહુ બદલાય ગયો છે શ્યામ…….
ટેલ અર્જુન, પાણીમાં જોઈ હવે નથી ફીશ વીંધવાની
ટેલીવિઝનયા સ્વયંવરમાં દ્રૌપદીની ભરવાની હોય માંગ.
જમાનો બહુ બદલાય ગયો છે શ્યામ……

કંસ, બકાસુર, કાળી નાગને નાથવા ખુબ ઇઝી હતા
હવે રોજ રોજ પોપ અપ થાય, નક્સલી અને તાલિબાન.
જમાનો બહુ બદલાય ગયો છે શ્યામ……

નુક્લિયર, હાયડ્રોજન અને બયોલોજીકલ વેપન વચ્ચે
ગદા, ધનુષ્ય કે તારા સુદર્શન ચક્ર શું આવશે કામ?
જમાનો બહુ બદલાય ગયો છે શ્યામ……

એવરીવેર છે યાદવાસ્થળી અને એવરીવેર છે મહાભારત,
પણ ક્યાંય કામ આવતું નથી હવે ગીતાનું જ્ઞાન.
જમાનો બહુ બદલાય ગયો છે શ્યામ……

મોંઘવારી, ભ્રષ્ટાચારી -કેટલા કુરુક્ષેત્રે ફાઈટ કરવી હવે?
સારથી બની રક્ષા કરો ને તમેજ રાખો અમારું ધ્યાન,
જમાનો બહુ બદલાય ગયો છે શ્યામ……

- ડૉ. રશ્મીકાન્ત શાહ
ચર્મરોગ નિષ્ણાંત- કાંદીવલિ (વેસ્ટ) મુંબઈ
૯૮૨૧૨૧૬૦૩૩

This entry was posted on Tuesday, August 10th, 2010 at 12:02 pm and is filed under Uncategorized. You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

8 Responses to “જમાનો બહુ બદલાય ગયો છે શ્યામ”

  1. શબ્દ્શ્યામ - આશિષ ઠાકર Says:

    ડૉકટર સાહેબ, ફરી એક્વાર બહુજ મર્મિક “ફયુજન” રચના જેના અંદર જવલન્ત રાષ્ટ્ર ભાવના પ્રગટ થાય છે. મારા અભિનંદન સ્વીકારશોજી.
    - આભાર સહ,
    “શબ્દ્શ્યામ” – આશિષ ઠાકર

  2. ઉદય શાહ Says:

    વાહ! શું પકડિ વિગતો,શ્યામ નિ ઝિણિ ઝિણિ,
    ભુલિએ નહિ રાક્ષસો,માર્યા હતા વિણિ વિણિ .
    અળવિતરા માનવિઓ કરે,આત્મઘાતિ નિત કામ,
    પેદા કરે આતંકવાદિ રોજ,તો શું કરશે શ્યામ?
    સાચું જ કહ્યું અંતે,શ્યામ નિ જ કરવિ આશ,
    નિસ્ફ્ળ કરશે સૌ વેપનો,નહિ કરશે એ નિરાશ.

  3. Rashmikant Shah Says:

    વરસાદમાં

    રેઇનકોટની આડમાં દિલ પલળ્યું કોઈ, વરસાદમાં
    સપ્તરંગી બની રૂપ નીખર્યું કોઈ, વરસાદમાં

    શું સરવાળા કે બાદબાકી,શું ગુણાકાર કે ભાગાકાર
    વરસવું એજ ગણિત હોય પ્રેમનું, કોઈ વરસાદમાં

    કોમળતાની તાકાત પણ નીરખી અમે ત્યારે
    સખત ધરા પર ફૂટ્યું ઘાંસ કુમળું કોઈ, વરસાદમાં

    નયન અને હસ્તરેખાઓ વચ્ચે યુદ્ધ યુગો પુરાણું
    નહીંતો જળ બની વહે ના સ્વપ્નું કોઈ, વરસાદમાં

    કહ્યું દાક્તરે“રશ્મિ”, હવે ચિંતાનું નથી કોઈ કારણ,
    ગઝલ નામનું સાધ્ય ઔષધ મળ્યું કોઈ, વરસાદમાં

    ડૉ. રશ્મિકાંત શાહ
    9821216033
    rotaryrms@gmail.com

  4. vyas sanjay b. Says:

    thanks..

  5. vinit patel Says:

    hello Dr.Rashmikant sir,
    i dnt have dat much knowledge about poems and all.
    But as i read ur poem its really true condition of our country…
    even shyam will think 100 times dat should i take a chance to birth on earth again???

  6. chandresh j oza Says:

    nit nava shabdo no sankraman, je sankritinu avarat zaranu vhave rakhe chhe, ane te pan doctor na dil mapan, te jani ne anand thayo. Saru thayu ke sankriti ni jalavni karavavalu koik to chhe ! aa matena koyak group ma shamel thavu game. kavita pan aek prakarni dava chhe ke jena madhyam thi pan patient sajo thai shake ane sajo manas vadhu atmavishwa valo thai shake.uparna saraname kagal lakhata rahejo.

    aej sadar

    chandresh

  7. chandresh j oza Says:

    નિત નવા શબ્દો નો સંક્રમણ , જે સંસ્કૃતિ નું અવિરત ઝરણું વહાવે રાખે છે , અને તે પણ ડોક્ટર ને દિલ પણ છે , તે જાણી ને આનંદ થયો . સારું થયું કે સંસ્કૃતિ ની જાળવણી કરવાવાળું કોઈક તો છે ! આ માટેના કોઈક ગ્રુપ માં સામેલ થવું ગમે . કવિતા પણ એક પ્રકારની દવા છે કે જેના માધ્યમ થી પણ દર્દી સાજો થઇ શકે અને સાજો માણસ વધુ આત્મવિશ્વાસ વાળો થઇ શકે .ઉપરના સરનામે કાગળ લખતા રહેશો તો વધુ ગમશે .
    એજ સાદર
    ચંદ્રેશ

  8. namrata Says:

    sir atlu marmik ane dil ne halbalavi de tevu ,shabdo nathi mari pase

Leave a Reply