મૃત્યુ નું રહસ્ય
ખુદા નામે રોજ નવા અહીં ફતવા નીકળે
રામ નામે રોજ લોક અહીં છળવા નીકળે
રાત આખી નગર જીવે ફફડાટમાં પછી
મૂળથી જ આખી વાત અહીં અફવા નીકળે
કેમ પરખાય, કોણ ચોર કે કોણ શાહુકાર
વેશબદલી રાજા નગર અહીં લુંટવા નીકળે
આગ લગાડે છે બસ ચારે દિશાએ જેઓ
એજ લોટો પાણી લઇ અહીં ઠારવા નીકળે
મૃત્યુ વિશેનું રહસ્ય ઉકલી ગયું “રશ્મિ”
થાક્યો જીવ બીજાને ખભે અહીં ફરવા નીકળે
ડૉ. રશ્મીકાન્ત એમ શાહ
August 10th, 2010 at 6:14 pm
ડૉકટર સાહેબ, આપની રચના અતી ઉત્તમ છે. મારા તરફ થી ઘણા ઘણા સાધુવાદ સ્વીકારશોજી.
- આભિનંદન સહ,
“શબ્દ્શ્યામ” – આશિષ ઠાકર
August 11th, 2010 at 2:43 pm
સાચે જ અપકર્મિ ઓ,નિર્દોસો ને છળવા નીકળે,
દેહ ના પિડિત જિવો,એકમેક ને મળવા નીકળે,
ભ્રમિત મનના માનવો જાય,કપટિઓ ને શરણ,
વગર વાંકે મરે અબુધો,થાય નિર્દોસો ના મરણ,
ચિત્રગુપ્ત આવા પાપિઓના ચોપડા ક્યારે ભરશે?
રામ જાણે કયાં શુધિ ,અભાગિયાઓ આમ મરશે.