Archive for August, 2010

જ્યાં જ્યાં નજર મારી પડે (મુંબઈમાં)

Posted on August 31st, 2010 by gujaratikavita  |  5 Comments »

જ્યાંજ્યાં નજર મારી પડે, ત્યાંત્યાં મચ્છર કરડ્યો છે આપને, ક્યારેક ડેંગ્યુ થયો છે તો ક્યારેક મલેરિયા થયો છે આપને. જાણું છું પોંહચી નથી શક્તા સમયસર ક્યાંય શહેરમાં જ્યાંત્યાં ખાડાઓ અને ઠેર ઠેર ટ્રાફિક નડ્યો છે આપને. રિક્શા ટેક્સીના બે ચાર રુપિયા માટે જીવ બાળવાનું છોડ ખાદી, ખાખી, સફેદ ને કાળી વર્દીએ વધુ લૂટ્યોં છે આપને. [...]

વરસાદમાં

Posted on August 31st, 2010 by gujaratikavita  |  3 Comments »

રેઇનકોટની આડમાં દિલ પલળ્યું કોઈ, વરસાદમાં સપ્તરંગી બની રૂપ નીખર્યું કોઈ, વરસાદમાં શું સરવાળા કે બાદબાકી,શું ગુણાકાર કે ભાગાકાર વરસવું એજ ગણિત હોય પ્રેમનું, કોઈ વરસાદમાં કોમળતાની તાકાત પણ નીરખી અમે ત્યારે સખત ધરા પર ફૂટ્યું ઘાંસ કુમળું કોઈ, વરસાદમાં નયન અને હસ્તરેખાઓ વચ્ચે યુદ્ધ યુગો પુરાણું નહીંતો જળ બની વહે ના સ્વપ્નું કોઈ, વરસાદમાં [...]

એક વાર કાન ને તાવ આવ્યો

Posted on August 31st, 2010 by gujaratikavita  |  2 Comments »

એક વાર કાન ને તાવ આવ્યો માતા જશોદાને ચિંતા માં લાવ્યો જશોદા ગયા વૈદ ને ઘેર કાન પર કોણ આ વાલે વેર વૈદે આવી ને ઉપચાર કર્યો માતા જશોદાને કાને ધર્યો કાન ના પ્રેમી ના ચરણ ની ચપટી ધૂળ કાન નો તાવ કરે પલ માં દુર નાનપ અનુભવે સૌ દેવા માં ધૂળ પછી તો તાવ [...]

આંશુ

Posted on August 30th, 2010 by gujaratikavita  |  2 Comments »

આશ

Posted on August 30th, 2010 by gujaratikavita  |  1 Comment »

ભોગીકાકાનું ક્રિકેટ

Posted on August 26th, 2010 by admin  |  No Comments »

વાંકીચૂંકી પહેરી હેટ, હાથમાં ઝાલી ઊંધુ બેટ ભાવનગરના ભોગીકાકા, રમવા દોડ્યા છે ક્રિકેટ આજે પહેલી મારું ફોર કહીને કાકા કાઢે જોર બેટ ફેરવે ચારે કોર ભારે ચાલી શોરબકોર વાંકીચૂંકી પહેરી હેટ, હાથમાં ઝાલી ઊંધુ બેટ ફાસ્ટ બોલથી લાગે કંપ શ્વાસ તો જાણે ચાલે પંપ બોલ પડ્યો કે માર્યો જંપ કાકાએ તો તોડ્યો સ્ટંપ વાંકીચૂંકી પહેરી [...]

પીરસતાં થાળી જરીક દાળ છલકી જાય

Posted on August 26th, 2010 by admin  |  1 Comment »

પીરસતાં થાળી જરીક દાળ છલકી જાય, ગુસ્સે થવાને બદલે ત્યારે એ મલકી જાય ! છાની પીડાને પારખી શકે, ઘૂંટાતી વેદનાને ચાખી શકે ! લાગણી અવ્યક્ત જાણી શકે, જગજિતની ગઝલ માણી શકે ! મૌનની લિપિને જે ઉકેલી શકે, સહજસ્પર્શે ભીતર જે ઉલેચી શકે ! આનંદમાં પૂર્ણત: ખીલી શકે ! ઉદાસીને એક ખભે ઝીલી શકે ! અજાણી [...]

યુવાનો ને

Posted on August 21st, 2010 by gujaratikavita  |  No Comments »

ઇન્સાં ન થઇ શકો તો ભગવાન થઇ જજો, કાળા બજારી કરતા , બરબાદ થઇ જજો…. નફરત ન નીકળે મૂખ થી કદી,પ્રેમ ભાવ હોય, સારંગી ના સૂર સમા દીલના તાર હોય, કાળી અંધારી રાતમા, તારા થઇ જજો…. સોબત નઠારી નીવડે નહી, નેક રાહ હોય, સાધુ સમા સૌભાગ્ય ના હોય વધામણાં, નાહક વીવાદ કરતા, ખામોશ થઇ જજો…. [...]

હું તારી HARD DISK ને તું મારી RAM

Posted on August 21st, 2010 by gujaratikavita  |  39 Comments »

હું તારી HARD DISK ને તું મારી RAM, તને કરું છું ERROR વગર નો પ્રેમ , તું શુકામ કરે છે મને HATE, હું કરું છું SAVE ને તું કરે છે FORMAT.. મારી દિલ ની લાગણી નો તને કરું EMAIL, તારા તરફ થી કેમ આવે DELIVARY REPORT FAIL; DOWNLOAD થાય છે દિલ માત્ર તારી જ FILE [...]

વરસાદી રાત

Posted on August 21st, 2010 by gujaratikavita  |  1 Comment »

વરસાદી રાત, કાળા ડીબાંગ વાદળો, ઘેરો અંધકાર આકાશ માં ચમકતી વીજળી તારી આંખ ના પલકારા મારા પર જુકેલા વાળ ને પછી આવી સુંદર સવાર સંતૃપ્ત પૃથ્વી અને હું પણ . -શ્રેયસ ત્રિવેદી ‘હોશ’