Archive for July, 2010

કુક્કડસભા..

Posted on July 11th, 2010 by gujaratikavita  |  4 Comments »

ચાલો જઇયે જોવા આજે એક સભા અનોખી, કુકડાઓની પરિષદે કેવિ-કેવિ માંગો મૂકી!! કોઇ લડે મુક્તિ માટે, તો કોઇ વંશવેલો ઝંખે, બધે બસ માણસાઇ વિરુધ્ધ રોકકળ પોકે-પોકે.. રામુ કુકડો મુક્તિ માંગે, છે ત્રણ વરસથી બંદી, પુરાઇ રહે પિન્જર-જેલમાં-ગરમી હોય કે ઠંડી.. પછી ટહુકી ગિતા કુકડી, કુક્કડપુત્ર એ ચાહે, પણ માલિક એનો હંમેશ એનાં ઇંડા વેચી ખાયે.. [...]

વીરા!

Posted on July 8th, 2010 by admin  |  No Comments »

ઉડો હળવેકથી છે વિજ્ઞાનના પવન વીરા! જરા સંભાળજો હૈયા તણાં ઉપવન વીરા! ચૂમી ધરતી વતનની, આંબજો ગગન વીરા! નિશાનો ઉચ્ચ, છો તન-મનનુ હો દમન વીરા! પડે કિંમત ભલે પણ મૂલ્યોનું હો જતન વીરા! વિકાસો એય શું જ્યાં માણસાઈનુ પતન વીરા! ધરીને હામ કરજો તિમિરનુ હનન વીરા! પસારો તેજ ને વિશ્વમાં અમન વીરા! રહસ્યો વેદનાં ખૂલશે [...]

તું વરસાદી વાતો લઈને આવ સજનવા

Posted on July 8th, 2010 by gujaratikavita  |  3 Comments »

મને થવું તરબોળ હવે તો ભીની ભીની રાતો લઈને, આવ સજનવા; તું વરસાદી વાતો લઈને આવ સજનવા. ચૈતર ટાઢો ડામ બનીને અંગ અંગને બાળે, પરસેવે હું રેબઝેબ ને ગામ બધુંયે ભાળે, રોમરોમમાં ગીત મૂકીશું તું અષાઢને ગાતો લઈને, આવ સજનવા; તું વરસાદી વાતો લઈને આવ સજનવા… આવ આપણા સંબંધોને નામ આપશું થોડાં, પળ પળ વીતી [...]

ચાહું છું મારી જાતને

Posted on July 1st, 2010 by gujaratikavita  |  5 Comments »

હું તને ક્યાં ચાહું છું ચાહું છું મારી જાતને તું હજી સમજી નથી આ સીધીસાદી વાતને કોણ છે મારું કે તારું, કોઈ ક્યાં છે કોઈનું કોણ ઝીલે છે હ્રદય પર પારકા આઘાતને હું જ છું એ હું જ છું, છે ભેદ કેવળ રૂપનો આ હવા એક જ કરે છે વાત ઝંઝાવાતને ફેંકશે પથ્થર તો પોતાનું [...]