પ્રણયમા જવાની નિચોવાઇ જાશે

પ્રણયમા જવાની નિચોવાઇ જાશે
હવે હસતાં હસતાં ય રોવાઇ જાશે.

ન રહેશે હવે હાથ હૈયું ન રહેશે,
એ મોતી નથી કે પરોવાઇ જાશે.

નયન સાથ રમવા ન એને જવાદો
હ્રદય સાવ બાળક છે ખોવાઇ જાશે.

મરણને કહો પગ ઉપાડે ઝડપથી,
નહીં તો હવે શ્વાસ ઠોવાઇ જાશે.

સિધાવો, ન ચિંતા કરો આપ એની !
કાંઇ કામમાં મન પરોવાઇ જાશે.

કદી દાનની વાત ઉચ્ચારશો મા
કર્યું કારવ્યું નહી તો ધોવાઇ જાશે.

નિહાળ્યા કરો જે કંઇ થાય છે તે
વિચારો નહિં, મન વલોવાઇ જાશે.

વગોવે ભલે મિત્રો ‘ઘાયલ’ વગોવે !
હતું નામ શું કે વગોવાઇ જાશે ?

- ‘ઘાયલ’

This entry was posted on Friday, July 23rd, 2010 at 6:12 pm and is filed under ગઝલો. You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

2 Responses to “પ્રણયમા જવાની નિચોવાઇ જાશે”

  1. શબ્દ્શ્યામ - આશિષ ઠાકર Says:

    ઘાયલ સાહેબ ની આ રચના સાચેજ બેનમૂન છે. કોઇ શક નથી કે ઘાયલ સાહેબ ગુજરાતી શેરો-શાયરી-કવીતાઓ ના શીરમોર છે.આફ્રીન છે.

  2. Uday Shah Says:

    Hriday-Tarango Ni Zannki Uthi Pyal
    Mann Lage Sabut,Dildu Chhe Ghayal?
    Laganio ni Udi Rahi Ahiya Chhalak,
    Athi J Hridiya Ne Kaho Aap Balak?

Leave a Reply